મોરબી: જરૂરિયાતમંદ લોકોને સહાય માટે આવતી કાલે પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન

સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન મળી શકે તે હેતુથી મોરબી જીલ્લા પોલીસ દ્વારા આવતી કાલે ૧ ફેબ્રુઆરીના રોજ માળીયા(મી) પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે લોન-મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

માળીયા(મી) પોલીસ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન ધિરાણ સરળતાથી મળી શકે તે હેતુથી રાષ્ટ્રીય બેંકો તથા સહકારી બેન્કોના પ્રતિનિધિઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં માળીયા(મી) ના જરૂરિયાતમંદ પ્રજાજનોને આ લોન-મેળામાં પધારવા માળીયા(મી)પોલીસ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

 

માળીયા(મી) તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને જણાવવાનું કે જરૂરિયાતમંદ લોકોને લોન લેવા શું શું કાગળો ની જરૂર પડે વિગેરે માર્ગદર્શન મળે તેવા હેતુથી આવતી કાલે ૧૧.૦૦વાગ્યે લોન મેળાનું આયોજન માળીયા(મી) પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ લોન-મેળામાં વધુ માં વધુ લોકો ઉપસ્થિત રહી આ લોન મેળામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.