Abtak Media Google News

વિવિધ સમાજ અને એસોસિએશન દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરાઈ

 

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં પ્રથમ દિવસથી જ  સમાચાર માધ્યમો અને સોશ્યલ  મીડીયા પર મૃતકો પ્રત્યે સંવેદના અને કસુરવારોને આકરી સજાની માંગની સજા લાગણી વ્યક્ત થઈ રહી છે.

સમગ્ર ઘટનાની તટસ્ત તપાસ અને કોઈ કસુરવારો છટકી ન શકે તેવી આકરી કાર્યવાહી થઈ રહી છે.

ત્યારે આદુર્ઘટના અંગે સોશ્યલ મીડીયા પર પણ અભીવ્યકિતઓની ભરમાર ચાલીરહી છે.   અને   ચાર્જસીટમાં નામોઉમેરાય રહ્યાછે. ત્યારે આરોપી તરીકે ઉમેરાયેલ જયસુખ પટેલ તરફ સહાનુભૂતી ઉભી થઈ છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના ને લઈને ચાર્જશીટ જયસુખ પટેલ નુ આરોપી તરીકે નામ ઉમેર્યા બાદ જયસુખ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં આત્મસમર્પણ કરવામાં આવ્યું તું અને બાદમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.ત્યારે મોરબીમાં જયસુખ પટેલને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં ગઈકાલથી જ અલગ અલગ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ અને એસોસિયેશન દ્વારા  જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈ પટેલ તેમજ જયસુખ પટેલના પરિવાર દ્વારા કરવામાં આવેલ સેવાકાર્યો નો હિસાબ રજૂ કરી ને ન્યાય પ્રક્રિયા પૂર્ણ થવા ની રાહ જોવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે હજુ  આજે પણ ઉમિયા ધામ સિદસર તેમજ મોરબી રાજપૂત રમાજ  અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા જયસુખ પટેલ ને પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે અને  સાથે સાથે ઝૂલતા પુલ દુર્ધટનામાં મૃત્યુ પામેલ લોકો માટે દુ:ખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

 

જયસુખ પટેલના સમર્થનમાં સીદસર ઉમિયા ધામ ટ્રસ્ટ આવ્યું મેદાને

 

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલ પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ વાઇરલ થઇ રહી છે ત્યાર ઉમિયાધામ ટ્રસ્ટ પણ જયસુખ પટેલ ના સમર્થનમાં મેદાને આવ્યું છે અને ટ્રસ્ટે પોતાના લેટરપેડ પર જયસુખ પટેલ ની સેવા ભાવના અને સમાજસેવા અને રાષ્ટ્રભાવના ધરાવતા જયસુખ પટેલ ની નિયત અને ભાવના અને દુર્ઘટનામાં કોઈ મલિન ઇરાદો ન હોવાની સિફારીશ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.