Abtak Media Google News

બાળ આરોપી સહિત ત્રણને દબોચી લઈ તમામ મુદામાલ રિકવર કર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે ગત તા.08/08/2022 ના રોજ વહેલી સવારમાં દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા નામના વૃદ્ધના હાથમાંથી રૂ. 1,75,000 ભરેલો થેલો કોઈ અજાણ્યા ઈસમો ઝૂંટવીને નાસી ગયેલાની ફરિયાદના આધારે ગણતરીના દિવસોમાં બાળ આરોપી સહીત ત્રણ આરોપીને ઝડપી, ચીલ ઝડપમાં ગયેલા રૂપિયા રીકવર કરતી મોરબી બી ડિવિઝન પોલીસ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી  દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા(રહે.મોરબી-2, ત્રાજપર ધાર વિસ્તાર)નામના વૃદ્ધ મની ટ્રાન્સફરનો ધંધો કરતા હોય તે વહેલી સવારે પોતાની કેબીને જતા હોય ત્યારે કુબેર ટોકીઝ પાસે કોઈ અજાણ્યા શખ્સો તેની પાસે રહેલ રૂ. 1,75,000/- ભરેલા થેલાની ચીલ ઝડપ કરી ગયેલાની ફરિયાદ મોરબી બી ડિવિઝનમાં કરેલ હોય જેની તપાસના અનુસંધાને મોરબી બી ડિવિઝન પો. સ્ટે. પીઆઇ તથા સર્વેલન્સ સ્ક્વોડને મળેલ બાતમીને આધારે શકમંદ સાગરભાઈ રાજેશભાઈ અગેચણીયા (રહે.મોરબી કુબેર ટોકીઝ પાછળ)તથા શંકરભાઈ ભરતભાઈ ઉપસરીયા (રહે.ધરમપુર ગામ)ની આકરી સઘન પૂછપરછ કરતા શકમંદ આરોપીએ ગુન્હાની કબૂલાત આપી અને આરોપી પાસેથી ચીલ ઝડપમાં ગયેલ રૂ. 1,75,000/- રોકડા રૂપિયા રીકવર કર્યા હતા તેમજ આરોપીની સાથે એક બાળ કિશોર પણ સંડોવાયેલ હતો જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ  બાળ આરોપીને ડિટેઇન કરી આગળની ધોરણસરની કામગીરી કરવામાં આવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.