Abtak Media Google News
મોરબી, વાંકાનેર અને માળીયા (મી.)માં પોલીસે જુગારીયાઓ ઘોંસ બોલાવી:  75 હજારનો મુદામાલ કબ્જે

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લામાં પોલીસ શ્રાવણીયા જુગાર ઉપર તૂટી પડી ગઈકાલે ઠેરઠેર ચાલતા શ્રાવણીયા જુગાર ઉપર દોરોડા પાડયા હતા.મોરબી જિલ્લામાં ચાર-પાંચ સ્થળે પોલીસ જુગારની રેઇડ કરી જુગાર રમતા 28ને પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે.

વાંકાનેરના નવાપરા પુલ નીચે જુગાર રમતા મેહુલભાઇ ગોરધનભાઇ ચારોલીયા, મુકેશભાઇ જીણાભાઇ કુઢીંયા, દેવરાજભાઇ અશોકભાઇ થારકીયા અને દેવરાજભાઇ નાનજીભાઇ કડીવારને પોલીસે રોકડા રૂપિયા 800 સાથે તેમજ વાંકાનેરના નવાપરા ખોડિયાર ચોકમાં જુગાર રમતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ શામજીભાઈ દેકાવડીયા, અશ્વિનભાઈ સુરેશભાઈ બાવળીયા, સાગરભાઈ રામજીભાઈ માલકીયા અને હિરાભાઈ ગોવિંદભાઈ ચાવડાને રોકડા રૂપિયા 2400 સાથે પકડી પાડેલ હતા.

મોરબીના લાયન્સનગરમાં  જાહેરમાં જુગાર રમતી ચેતનાબેન નવીનભાઇ ગોવિંદભાઇ ગુર્જર, સોનલબેન નવીનભાઇ ગુર્જર, મનીષાબેન પ્રવિણભાઇ ચુડાસમા, ગીતાબેન વિશ્રામભાઇ ગણાત્રા, જોશનાબેન કાંતીભાઇ દવે અને જોશનાબેન દિલીપભાઇ સોલગામાને પોલીસે રોકડા રૂપિયા 16,120 સાથે ઝડપી લીધેલ હતી.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ બિઝનેશ સેન્ટરમાં આવેલ લોરીયસ સિરામિક ઓફિસમાં જુગારધામ ચાલતી હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડી જુગાર રમતા આરોપી ચિરાગભાઇ રમેશભાઇ સરડવા, કયુરભાઇ ઉર્ફે અલ્પો નાગજીભાઇ બાવરવા, બંસીભાઇ હરગોવિંદભાઇ અધારા, હસમુખભાઇ શાંતીલાલભાઇ દેસાઇ, જીગ્નેશભાઇ નવલભાઇ મેરજાને રોકડા રૂપિયા 43,900 સાથે ઝડપી પાડેલ હતા.

મોરબી   પંચાસર રોડ ઉપર ગીતા ઓઈલમિલ નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી  જુસબભાઈ અલ્લારખાભાઈ ચાનીયા, મુસ્તાકભાઈ ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા, રફીકભાઈ તારમામદભાઈ સુમરા, કાસમભાઈ દાઉદશા શાહમદાર, મુનીરભાઈ અકબરભાઈ રાઉમા, શૌકતભાઈ અલીભાઈ બાંભણીયાને રોકડા રૂપિયા 21,200 સાથે તેમજ વજેપર શેરી નંબર 15ના નાકા પાસે જુગાર રમતા  ગીરીશભાઈ નારણભાઈ કણઝારીયા, ફારુકભાઈ ઈકબાલભાઈ પાયક, નારણભાઈ નરશીભાઈ કણઝારીયાને રોકડા રૂપિયા 1400 સાથે પકડી પાડેલ હતા.

માળીયા(મી) પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધરમનગર(નવાગામ) કોળીવાસ પાસે જાહેરમાં સ્ટ્રીટ-લાઈટના અજવાળે કુંડાળું કરી જુગાર રમતા નાનજીભાઈ કાનજીભાઈ ધામેચા, મહેશભાઈ લક્ષ્મણભાઈ ધામેચા, બળવંતભાઈ શામજીભાઈ ધામેચા, દિનેશભાઇ બાબુલાલભાઈ પરમાર, જયદીપભાઈ હરજીવનભાઇ કુબાવતને રોકડ રૂ.10,100/-ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.