મોરબી: દુકાનમાં ચાલતું જુગારધામ પકડાયું

એલ.સી.બી.એ દરોડો પાડી આઠ શખ્સોની ધરપકડ કરી રૂ. 4.32 લાખનો મુદામાલ કબ્જે

અબતક, ઋષિ મહેતા

મોરબી

મોરબી જીલ્લામાં  ચાલતી જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે સૂચના કરેલ હોય જે અન્વયે મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી દલવાડી સર્કલ પાસે વૃંદાવનપાર્ક ખાતે રહેણાંક મકાનમાં આવેલ દુકાનના રૂમમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.4,32,500/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા

દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્કમાં રહેતા મનોજ રતિલાલ પટેલ નામનો શખ્સ  ગુરૂકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે ઉપરોકત સ્થળે દરોડો પાડતા  મનોજભાઇ રતીલાલ પટેલ ધવલભાઇ જયંતીભાઇ ઉર્ફે જયેશભાઇ પટેલ રહે. હાલ મોરબી દલવાડી સર્કલ સરદાર

હસમુખભાઇ વાલમજીભાઇ પટેલ , નિલેશભાઇ કાળુભાઇ પટેલ , ચેતનભાઇ મગનલાલ પટેલ, અનીલકુમાર સવજીભાઇ પટેલ, ભાવેશભાઇ પ્રભુદાસભાઇ પટેલ  જુગાર રમતા રંગેહાથ ઝડપી જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.4,32,500/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવી પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો રજી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી