મોરબી તાલુકા પંચાયતનું ચૂંટણી પરિણામ: કઈ બેઠક પર કોને મેળવ્યો કબ્જો ?

ઋષિ મેહતા, મોરબી:

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી મતદાન બાદ આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પાટનગર કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નો-રિપીટ થીયરીને મતદારોએ વધાવી લીધી છે. બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનું પણ આજે પરિણામ આવ્યું છે. તેમાં પણ ભાજપ-કોંગ્રેસ બંનેની પકડ મજ્બુત દેખાઈ રહી છે.

ત્યારે મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય તિરંગો લહેરાયો છે જ્યારે હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ ડાભીને ૧૯૬૫ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરાણીયાને ૮૮૦ મત મળ્યા હતા. આ ઉપરાંત ૫૩ મત નોટામાં નોંધાતા કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ ડાભી ૧૬૨ મતે વિજય થયો છે.

બીજી તરફ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જામેલા ત્રિપાંખિયા જંગમાં ભાજપે બાજી મારી છે. જેમાં આપના ઉમેદવારને ૧૧૫૪, કોંગ્રેસના ઉમેદવારને ૮૬૪ મત મળ્યા હતા. તથા નોટામાં ૫૫ મત નોંધાયા હતા આ સાથે ભાજપ ૧૨૮૮ મત સાથે જંગ જીતી લીધો છે.