Abtak Media Google News

મોરબીમાં બેલા ગામે મૈત્રી કરારનો ખાર રાખી બે શખ્સો દ્વારા ફિલ્મી ઢબે થાર ગાડીમાં આવીને યુવક પર ફાયરિંગ કરવાનો બનાવમાં બે આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપી એ પરવાના વાળા હથિયાર માંથી ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડિયા (ઉ.વ.૩૦ રહે.બેલા ) વાળાએ અસ્મિતા નામની છોકરી સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સો નવનીત ઉર્ફે નંદો કાનાભાઈ પટેલ અને યોગેશ બરાસરા. વાળાએ ફરિયાદી કારખાને જતો હતો તે દરમિયાન બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ ખહલીમાતા ના મંદિર પાસે મહિન્દ્રા થાર ગાડીમાં આવી ઉપરોક્ત બન્ને આરોપીઓ એ ફરિયાદીને ઉભો રાખી ‘તે અસ્મિતા સાથે મૈત્રી કરાર કર્યો છે તું એને છોડી દેજે’ એવું કહી આરોપી નવનીત ઉર્ફે નંદા એ પોતાના પરવાના વાળી રિવોલ્વર કાઢી ફરિયાદીના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરી ‘આટલી વાર લાગે ‘ એમ કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ ને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.