Abtak Media Google News

ઋષિ મહેતા 

દેશમાં એક પછી એક રોગ સામે આવી છે થોડા સમય પહેલા કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો  તો હાલ H3N2 વાયરસ લોકોને ભયભીત કરી રહ્યો છે ત્યારે હજુ HIV રોગ દેશમાંથી સંપૂર્ણપણે નાબુદ થયો નથી. આ બાબતે લોકોમાં જાગૃત્તતા ફેલાવી ખુબ જરૂરી છે ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ શરુ કર્યા બાદ મોરબીમાં પણ મોરબી સબ જેલ ખાતે કેદીઓ માટે મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરેલા ગુન્હાની સજા કાપવા માટે જેલમાં અનેક કેદીને લાવવામાં આવતા હોય છે ત્યારે દર્દીના સ્વાસ્થ્ય માટે આજ રોજ મોરબી સબ જેલ ખાતે સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત જેલમાં નવા આવેલ આરોપીઓને ટી.બી.અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ  નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જેલના બંદિવાન કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ ટી.બી તથા એચ.આઇ.વી.ના લક્ષણો, થવાના કારણો અને નિવારણ માટેની જાણકારી આપવામાં આવી હતી.  આ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલરપી.એમ.ચાવડા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.