Abtak Media Google News

બન્ને ત્રણ દિવસ પહેલા ગુમ થયા હતા : એક યુવાનના હાથ દોરીથી બાંધેલી હાલતમાં હોવાથી અનેક તર્ક વિતર્ક

મોરબી : મોરબી અને નાગડાવાસ ગામમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બબ્બે યુવાનોની લાશ મચ્છુ ત્રણ ડેમમાંથી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. આ ચોકવનારી ઘટનામાં એક યુવાનના હાથ દોરીએથી હાથ બાંધેલી હાલતમા હોવાથી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે બાબતે સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક ઉમા રિસોર્ટ પાછળ મચ્છુ-૩ ડેમમાં બે યુવાનોની લાશ પડી હોવાની જાણ મોરબી તાલુકા મથકને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનોની ભાળ મેળવવામાં પ્રયાસ કરાતા  મોરબીના  ગ્રીનચોક પાસે સાંકડી શેરીમાં રહેતા મનીષ ગણાત્રા અને નાગડાવાસના  પ્રફુલભાઇ બાલાસરા નામના ગુમ થયેલા યુવાન હોવાનું ખુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મનીષ ગણાત્રા ઘરેથી ઇન્ટરવ્યુહ દેવા જવાનું કહીને નિકળ્યો હતો અને લાપતા બનતા તેમના માતાએ એ ડિવિઝન પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી હતી અને નાગડાવાસ ના પ્રફુલભાઈ બાલાસરા પણ બે ત્રણ દિવસ પહેલા ઘેરથી ગુમ થતા તેમના વાલી વરસોએ ગુમથવા અંગે ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક મનીષના ડાબા હાથે દોરી બાંધી હોવાનું જોવા મળ્યું હતું અને મૃતકને તરતા આવડતું હોવાથી હાથ   બાંધી ને આત્મહત્યા કર્યા નું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

હાલ તો પોલીસ એ બંને યુવાનોની લાશ ને પીએમ માટે મોરબી ની સરકારી હોસ્પિટલ ખસેડી બનાવ અંગે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

મોબાઈલમાં છેલ્લા કોલમા બન્નેએ વાત કરી હોવાનું ખુલ્યું

મોરબી અને નાગડાવાસમાંથી લાપતા બન્યા બાદ બબ્બે યુવાનોની એક સાથે લાશ મળવાની ઘટનામાં બન્ને યુવાનો સાથે કોમ્પ્યુટર કલાસ કરતા હોવાનું અને પ્રવાસી લેકચરર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ લાપતા બન્યા બાદ ગઈકાલે બન્ને યુવાનોની લાશ મળવાની ઘટના બાદ તપાસ કરતા છેલ્લે બને યુવાનોએ મોબાઈલમાં વાત કરી હતીબને છેલ્લે સુધી બન્ને કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળ્યું છે, જોકે બન્ને એ સાથે શા માટે આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.