Abtak Media Google News

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને તાજેતરમાં ચાલતી વીવો આઈપીએલ ટી-20 ક્રિક્રેટ મેચ ઉપર ક્રિક્રેટ સટ્ટો રમી રમાડતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી. સ્ટાફ મોરબીના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ, તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.

દરમ્યાન મળેલ હકીકત આધારે, મોરબી શકત શનાળા થી સજજનપર ધુનડા જવાના રસ્તા ઉપર રાજકોટનો વિજય ઉર્ફે વિજલો રાજેશભાઇ લુવાણા તેના સાગરીતો સાથે મોબાઇલ ફોન દ્વારા સ્કોડા કાર નંબર જીજે-01-કેઆર-0029 વાળીમાં આવી શકત શનાળા આજુબાજુ રોડ સાઇડમાં કાર પાર્ક કરી તેમજ ચાલુ ગાડીમાં તાજેતરમાં ચાલતી વીવો આઈપીએલ ટી-20 ક્રિક્રેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ નિહાળી મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના અંગત ફાયદા સારૂ ક્રિક્રેટ સટ્ટાનો જુગાર રમી રમાડતો હોય જે હકિકતનાં આધારે આજરોજ આરસીબી  એસઆરએચ ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી (રહે. હાલ રાજકોટ રૈયા રોડ સોપાન હાઇટ્સ-ફેઇઝ), દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઇ ધાંધલ (રહે. રાજકોટ, સંતકબીર રોડ ભગીરથ સોસાયટી), હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તતન્ના(રહે. જુનાગઢ, 17 શાંતીનાથ એપાર્ટમેન્ટ) વાળાને મોબાઇલ ફોન નંગ 3 (કિં.રૂ.17,000/-) , લેપટોપ નંગ 1 (કિં.રૂ.10,000/-) રોકડા રૂ. 40,000/- તથા સ્કોડા કાર (કિં.રૂ.4,00,000/-) સહીત કુલ કિં.રૂ. 4,67,000/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક (રહે. આસ્વાદપાન વાળી શેરી મહેન્દ્રપરા મોરબી), કાનો પ્રિયદર્શભાઇ ઠાકર (રહે,મોરબી), મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ (રહે. રાજકોટ), માલદે રમેશભાઇ ચાવડા (રહે. મોરબી ખોડીયારનગર) વાળા હાજર ન મળી આવતા પોલીસે આ તમામ સાતેય આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા તથા હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ.ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.