મોરબી: ચેક પોસ્ટ ખાતેથી ચાર કિલો ગાંજા સાથે ત્રણને પકડી પાડ્યા

અબતક,ઋષી મહેતા, મોરબી

વાંકાનેર તાલુકા પોલીસ અને એસઓજી પોલીસે સહિયારું ઓપરેશન પાર પાડી વાંકાનેર તાલુકાના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી રીક્ષામાં ચાર કિલો ગાંજાના જથ્થા સાથે નીકળેલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.વાંકાનેર તાલુકાના મેસરીયા ચેકપોસ્ટ ખાતેથી એસઓજી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન બાઉન્ડ્રી તરફથી સીએનજી ઓટો રીક્ષા નં.જીજે-36-યુ-6417 નો ચાલક જાદવ ઉર્ફે ભીમાભાઇ રામાભાઇ મુંધવા (ઉ.વ.20 રે.અમરનાથ સોસાયટી, વાંકાનેર જી.મોરબી) તથા રાજુભાઇ રતનભાઇ શર્મા (ઉ.વ.36 રે. હાલ લાલપર મુળ રે. નાગદા તા.જી. ઉજ્જૈન (એમ.પી) તેમજ બળદેવભાઇ વિરમભાઇ ગમારા (ઉ.વ. 30 રે. વાંકાનેર આરોગ્યનગર મુળ રે.રફાળેશ્વર તા.જી.મોરબી)ને ચાર કિલો ગાંજાના જથ્થા સાથે તથા ગુન્હામાં ઉપયોગ કરેલ સીએનજી રીક્ષા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ એન.ડી.પી. એસ.એકટ હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે.