Abtak Media Google News

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુરુકૃપા હોટલની સામેના સર્વિસ રોડ પાછળ આવેલ દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂની 120 બોટલ સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવેલ હતી, જયારે અન્ય એક આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરેલ હતી. કેસની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ગુરુકૃપા હોટલની સામેના ભાગે આવેલ સર્વિસ રોડ ઉપર આવેલ હોટલના પાછળના ભાગે આવેલ દુકાનમાં એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂની 120 બોટલ સાથે સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ (રહે.ભાગ્યલક્ષ્મી સોસા. ગામ કંથારીયા તા.ચુડા, જી. સુ.નગર) અને અર્જુનસિંહ દિલુભા ઝાલા (રહે.મહારાણા પ્રતાપ સોસા. મોરબી)ને ઝડપી પાડેલ હતા, જયારે અન્ય એક આરોપી કાનભા મનુભા પરમાર (રહે.પાળીયાદ તા.જી. બોટાદ)ને પકડવા તજવીજ હાથ ધરેલ હતી.

દરોડા દરમિયાન પકડાયેલ આરોપી વિરુદ્ધ મોરબી બી ડિવિઝનમાં પ્રોહી.ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઈ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા, એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ તથા મોરબીની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.