મોરબી  કારખાનાની ઓફિસમાં ચાલતી જુગાર ક્લબ પર પકડાય

એલસીબીએ દરોડો પાડી 2.47 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના રફાળેશ્વર ગામે જીઆઇડીસીમાં આવેલ કારખાનાની ઓફિસમાં ચાલતી જુગાર ક્લબમાં જુગાર રમતા સાત જુગારીની રોકડ રૂ. 2,47,000/-સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ કાર્યરત હોય તે દરમિયાન હેડ કોન્સ. શક્તિસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ જાડેજાને સંયુક્તમાં બાતમી મળેલ કે પ્રકાશભાઈ મનસુખભાઈ પટેલની રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ આર્યન મિનરલ્સ રો મટિરિયલના કારખાનાની ઓફિસના પહેલા માળે રૂમની અંદર બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોય, મળેલ બાતમીની હકીકતના આધારે બાતમીની જગ્યાએ દરોડો પાડતા જુગાર રમતા પ્રકાશભાઈ મનસુખભાઇ પટેલ, સંદીપભાઈ મગનભાઈ પટેલ, કલ્પેશભાઈ ધીરુભાઈ પટેલ, કિશોરભાઈ પ્રેમજીભાઈ પટેલ, રાજેશભાઈ ડાયાલાલ પટેલ, હેમતભાઈ ધનજીભાઈ પટેલ, પ્રવીણભાઈ નટુભાઈ દલવાડીને જુગારના પટ્ટમાંથી રોકડા 2,47,000/-સાથે ઝડપી મોરબી તાલુકા પો.સ્ટે.ખાતે આરોપી વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી