Abtak Media Google News

 બે ગુનામાં નાસતી ફરતી સ્ત્રીને  રાજકોટથી કરી ધરપકડ

 

મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ 2 ગુન્હામાં છેલ્લા 20 વર્ષથી નાસતી ફરતી આરોપી સ્ત્રીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડી છે. મળતી માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બે ગુનામાં નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂ ચકુ દેવીપુજક (રહે.રાજકોટ, કોઠારીયા રોડ, હુડકો કવા.પાછળ દિપ્તીનગર, શેરી નં.1) હાલે

રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-1 માં નીકીતાબેન નામથી રહેતી હોવાની હકીકત મળતા ઉપરોકત સ્ટાફ તથા મહીલા હેડ કોન્સ્ટેબલ ફુલીબેન તરારનાઓ સાથે હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા બે ગુન્હામાં નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂબેન ઉર્ફે નીકીતાબેન સોલંકી (રહે. રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-1 સંતોષી માતાજીના મંદીર સામે)ને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.