મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ

0
142

ઈન્જેકશન લેવા આવનારે  નકકી કરાયેલ ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે 

કોરોનાની મહામારીમાં વધતા જતા કોવીડ-19ના કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું છે. મોરબી કલેક્ટરશ્રી જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા એક મધ્યસ્થ કેન્દ્ર મોરબીની વી.સી. હાઇસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જો રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડે તો હોસ્પિટલના પ્રતિનિધિએ ઇન્ડેન્ટમાં દર્દીની વિગતો ભરી સાથે દર્દી વાઇઝ ડોક્ટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન, આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સીટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધાર કાર્ડ લાવવાનું રહેશે.

કોવીડ કેર સેન્ટરના પ્રતિનિધિએ દર્દી વાઇઝ ડોક્ટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન, આરટીપીસીઆર રિપોર્ટ, એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સીટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધાર કાર્ડ લાવવાનું રહેશે.

 હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓને કેવી રીતે મળી શકશે ઇન્જેક્શન

ડોક્ટરનું અસલ પ્રિસ્ક્રિપ્શન, આરટીપીસીઆર રિપોર્ટ, દર્દીનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ કે સીટી સ્કેન રિપોર્ટ તથા દર્દીનું આધાર કાર્ડ લાવવાનું રહેશે.

ઇન્જેક્શનની જરૂરિયાત અનુસાર દરેક હોસ્પિટલ દ્વારા ઓનલાઇન લીન્કમાં તેઓની હોસ્પિટલમાં કેટલા કોવીડ દર્દીઓથી ભરેલ છે તેની વિગતો અદ્યતન કરવાની રહેશે. આ ઉપરાંત હોસ્પિટલ કે કોવીડ કેર સેન્ટર તથા હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે ઇન્જેક્શન લેવા આવતી વખતે આગલા દિવસે વપરાયેલ ઇન્જેક્શનના ખાલી વાયલ સાથે લાવવાના રહેશે. આ સાથે જ સીટી સ્કેનમાં 10 કે તેથી ઉપરનો સ્કોર હશે તે જ દર્દીઓને ઇન્જેક્શન આપવા અંગે પ્રથમ પ્રાથમિકતા રહેશે તેમ મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here