Abtak Media Google News

ગુજરાતમાં અમદાવાદ, ખેડા, બરોડા, સુરતમાં પણ વધારે એઇડસનું પ્રમાણ

૧લી ડિસે. વિશ્વ એઇડસ દિવસે જનજાગૃતિનાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કામ કરતી સંસ્થા સરકારના આરોગ્ય એઇડસ કંટ્રોલ વિભાગ કાર્યક્રમો કરશે. પણ બાકીના દિવસે શું? વિશ્વમાં ૧૯૮૧ માં ને ભારતમાં ૧૯૮૬ માં જોવા મળ્યો. ત્યારથી કયારેય આ એઇડસના દર્દીઓમાં ઘટાડો જોવા મળેલ નથી. ચાલુ વર્ષે ૨૦૧૯ માં આ આંકડો સ્થિર છે તેમ એઇડસ કંટ્રોલ સોસાયટીનાં સૂત્રો જણાવે છે.

સમગ્ર દેશમાં ર૧ લાખને ૫૦ હજાર જેટલા એચ.આઇ.વી. ના વાહકો કે એઇડસનાં ચેપ વાળી વ્યકિત છે. અને ગુજરાતમાં ૯૧ હજાર જેટલા પોઝીટીવ લોકોની સંખયા છે. દેશના પ્રિવેલન્સ રેટને જોતાં ગુજરાતમાં ૪ ટકા છે. બાળકોમાં માતા દ્વારા લાગતા ચેપમાં ર૦૧૦ થી ઘટાડો જોવા મળેને ૪૧ ટકા થઇ ગયો છે.

આ આંકડામાં ૨૦૧૭-૧૮ નાં છે. આવા પોઝીટીવ લોકો માટે ૩૦ એ.આર.ટી. સેન્ટર, ૩ર૦ આઇ.સી.ટી.સી. સેન્ટરો સાથે દર માસે સરકારશ્રી આર્થિક સહાય પણ કરે છે.

સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પોઝીટીવ વુમન રેશીયો ૦.૦૫ ટકા છે. મેજર જુલ્લાઓમાં અમદાવાદ, ખેડા, બરોડા, સુરત આવે છે તો સૌરાષ્ટ્રમાં ૧૦ જીલ્લાઓમાં રાજકોટમાં સૌથી વધુ પોઝીટીવ પીપલ જોવા મળે છે, અર્થાત ચેપ ધરાવે છે. જામનગરમાં પણ ૦.૮૮ રેશીયો છે તો રાજકોટમાં ૦.૭૬ છે.

7537D2F3 5

સૌરાષ્ટ્રમાં જીલ્લામાં રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ જીલ્લામાં આવા ચેપ ધરાવતાં લોકોની સંખ્યા વધુ છે.

વિશ્વમાં દરરોજ ૩૦૦ જેટલા અંદાજી બાળકોનાં મૃત્યુ થાય છે. બ્લડ બેંકમાં નવી અદ્યતન કિટ આવતાં હવે વિન્ડોપિરિયડનો સમયગાળો ર૪ કલાક જેટલો થતાં લોહિથી ફેલાતા એચ.આઇ.વી.નું પ્રમાણ ઘટયું છે. સિરીન્ઝ, નિડીલ, ઓપરેશનનાં સાધનો ડિસ્પોઝેબલ વપરાતા અને માતા દ્વારા બાળકમાં ફેલાતા ચેપમાં પણ સારી દવા આવતાં ચેપનું પ્રમાણ ધટેલ છે. હવે બાકી રહેલ અસુરક્ષિત જાતિય સમાગમથી સૌથી વધુ એચ.આઇ.વી. પ્રસરે છે. જેમાં તરુણો- કિશોરો  યુવા વર્ગ ૧૪ થી ૨૪ વર્ષમાં વધુ જોવા મળે છે.

રાજકોટમાં પોઝીટીવ લોકોના સંગઠનના સુત્રો જણાવે છે કે રાજકોટ જીલ્લામાં ૩ર૯૦ પુરૂષો, ૧૭૭૩ સ્ત્રી અને ૩૩ર બાળકો અને ૪ ટીન એજર સમાવેશ થાય છે. કુલ હાલ ૫૩૯૯ દર્દીઓ નેટવર્કમાં નોંધાયા છે.

દર મહિને ૧પ થી વધુ નવા કેસ ડીટેકટ થાય છે. ત્યારે લોકોએ જાગૃત થવાની જરુર છે.

વિશ્વ લેવલે આગામી એક હજાર દિવસોમાં યુઘ્ધના ધોરણે જનજાગૃતિ, કંટ્રોલીંગ કામગીરી કરીને એનડ એઇડસ ર૦૩૦ ને સફળ બનાવવાનો સંકલ્પ સૌએ કરવો પડશે.

આ વર્ષનું લડત પુત્ર ‘કોમ્યુનીટીસ મેઇક ધ ડિફરન્સ’ અર્થાત સામુદાયિક ભાગીદારી બદલાવ લાવશે !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.