Abtak Media Google News

8 કોવિડ કેર સેન્ટર અને 4 ડેડીકેટેડ હેલ્થ કેર સેન્ટરને મંજૂરી આપતું વહીવટી તંત્ર : વધુ 300 બેડ માટે ગોઠવાતી વ્યવસ્થા 

રાજકોટ ગ્રામ્યમાં વધુ 605 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમા 8 કોવિડ કેર સેન્ટરને મંજૂરી અપાઈ છે. આ તમામમાં 500 બેડની વ્યવસ્થા છે. આ સાથે 4 ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઓકિસજનની સુવિધા ધરાવતા 105 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ તંત્ર દ્વારા બેડ વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ તેમજ સંસ્થાઓંમાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માટે 8 જેટલાકોવીડ કેર સેન્ટરોને મંજૂરી અપાઈ ગઈ છે. આ ઉપરાંત જરૂર જણાતા અન્ય વધારાના 300 બેડની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ચાર ડેડીકેડેટ કોવીડ હેલ્થ સેન્ટરને પણ મંજૂરી આપવામા આવી છે જેમાં 105 જેટલા બેડ ઓકસીજન સુવિધા સાથે સજજ રાખવામાં આવ્યા છે. આમ જિલ્લામાં કુલ 605 બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે.

 

મંજૂર થયેલા કોવિડ કેર સેન્ટર

  1. કામદાર હોમિયોપેથીક કોલેજ

હરિપરપાળ, કાલાવડ રોડ રાજકોટ

  1. આર.કે.યુનિ. આયુર્વેદીક કોલેજ

રાજકોટ-ભાવનગર હાઈવે, કસ્તુરબા ધામ

  1. બી.જી.ગેરયા હોસ્પિટલ

રાજકોટ ભાવનગર હાઈવે,કાળીપાટ

  1. આર્યવિર હોમિયોપેથીક મેડીકલ કોલેજ

સુરેન્દ્રનગર રોડ કુવાડવા.

5.બી.એ ડાંગર હોમિયોપેથીક હોસ્પિટલ

પરાપીપળીયા બસ સ્ટેન્ડ સામે રાજકોટ

6.શીતલ મેડીકલ હોસ્પિટલ

કણકીયા પ્લોટ જેતપુર

  1. ડો. સોજીત્રા હોસ્પિટલ

કણકીયા પ્લોટ જેતપૂર

8 વેલોસીટી હોસ્પિટલ

જસદણ રાજકોટ બાયપાસ, જસદણ

 

મંજૂર થયેલ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર

  1. લાઈફકેર હોસ્પિટલ

ડોકટરહાઉસ આટકોટ રોડ જસદણ

  1. સમાણી હોસ્પિટલ

ગાયત્રીમંદિર સામે, જસદણ

  1. ડી.સી.એચ.સી.

સાંદીપની હોસ્ટેલ, ધોરાજી

  1. શ્રીજી હોસ્પિટલ

ક્રિએટીવ ડો. કુવાડવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.