સુરતમાં અમદાવાદથી વધુ મારખાગત સુવિધાઓ ઉભી કરાશે !!!

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશ મૂડી ખર્ચ માટે 3519 કરોડ રૂપિયા ફાળવશે જે અમદાવાદથી પણ વધુ !!!

ભારત દેશની અર્થવ્યવસ્થા ને જેટ ગતિ આપવા માટે સરકાર અને દરેક રાજ્ય એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ પોતાનું બજેટ ઘોષિત કર્યું છે જેમાં સર્વાધિક 3519 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ઉપયોગમાં લેવાશે અને અમદાવાદ કરતાં પણ સુરતનું મુળી ખર્ચ ની રકમ વધી હોવાનું પણ સામે આવ્યું છે. સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પણ 3,500 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ઉપયોગમાં લીધા છે. સમગ્ર બજેટ સુરતનું જે નિર્ધારિત કરવામાં આવ્યું છે તે 7707 કરોડ રૂપિયાનું છે અને જેમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને 352 કરોડ રૂપિયા ની સરપ્લસ આવક થવાનો પણ અંદાજો છે.

સાયન્સ સેન્ટર ખાતે સુરત મહાનગર પાલિકાના બજેટમાં કમિશનરે 307 કરોડનો વેરા વધારો સૂચવ્યો છે. શહેરના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવવાની વાત કમિશ્નર શાલિની અગ્રવાલ તરફથી કરવામાં આવી છે. પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિકાસ કામો પાછળ રેકોર્ડબ્રેક ખર્ચ કરવામાં આવશે. માર્ચ અંત સુધીમાં 2600 કરોડનો કેપિટલ ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે.

ઇન્ફ્રાસ્ટ્રચર:શહેરની વસ્તી 10 વર્ષમાં ડબલ થઇ ગઇ છે. વર્ષ 2022-23માં કેપિટલ કામો પર વધારે ફોક્સ કરાયો છે. દેશના કોઇ શહેરમાં વસ્તીમાં ગ્રોથ આટલો નથી. સુરતને વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રચર તરફ આગળ વધારવા મનપાએ આયોજન કર્યું છે. ગુજરાતમાં અમદાવાદ પછી સુરત પાલિકાનું સૌથી મોટું બજેટ છે. સુરતના લોકોના આરોગ્ય નો ખ્યાલ રાખીને 550 કરોડના ખર્ચ માં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2023-24માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટની રૂપરેખા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ 7707 કરોડ રૂપિયાનું બજેટ ઘોષિત કર્યું છે જેમાંથી કોર્પોરેશનને આવક પેટે 4,540 કરોડ રૂપિયા મળવાની અપેક્ષાઓ છે તો સામે મૂડી આવક પણ 2,996 કરોડ રૂપિયા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખર્ચની વાત કરવામાં આવે તો રેવન્યુ ખર્ચ 4188 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ 3519 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયો છે જેથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષના અંતે આવકમાં સરપ્લસ રહેશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે અને ગત વર્ષના બજેટને સરખામણીએ દરેક હેડ હેઠળ વધારો કરવામાં આવેલો છે.

ચાલુ વર્ષમાં સુરત 112 કરોડ ના ખર્ચે ડુમસ વિસ્તારને વિકસિત કરશે એટલું જ નહીં 100 કરોડ રૂપિયાના ખર્ચે રીજનલ સાયન્સ સેન્ટર અને કિડ્સ સીટી સેન્ટર પણ ઊભું કરશે. સામે તાપી નદી ઉપર 75 કરોડના ખર્ચે બેરેજ પ્રોજેક્ટ ને પણ અનુસરશે. કોર્ટની જેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ ટેક્સના રેટમાં વધારો કર્યો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ 100 કરોડના કરશે.