Abtak Media Google News

પ્રવેશથી લઈ નાસ્તાની નિ:શુલ્ક સુવિધા: પારિવારીક અને ધાર્મિક વાતાવરણમાં અષ્ઠ સખાના કિર્તનો અને માં જગદંબાના રાસ સાથે ખેલૈયાઓ ગરબે ધૂમ્યા

દ્વારકેશ ગ્રુપ દ્વારા વૈષ્ણવો માટે ૧૩માં નવવિલાસ પૃષ્ટીરસ રાસોત્સવનું બાલાજી હોલની પાછળના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પુજયપાદ ગૌસ્વામી ૧૦૮ કાલિંદી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં વૈષ્ણવ ભાઈઓબ હેનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને ૭માં વિલાસે નવવિલાસ પૃષ્ટીરસ રાસોત્સવમાં ૧૨ હજારથી વધુ ખેલૈયાઓએ હાલારી રાસ લીધો હતો.

દ્વારકેશ ગ્રુપના અગ્રણી મનસુખભાઈ સાવલીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે છેલ્લા ૧૩ વર્ષથી અમે વૈષ્ણવો માટે નવવિલાસ પુષ્ટીરસ રાસોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં ૧૫ થી ૨૦ હજાર લોકો એકી સાથે રાસ લઈ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાસોત્સવની વિશેષતા છે કે, તમામ સુવિધાઓ છતા પ્રવેશથી લઈને નાસ્તો પણ નિ:શુલ્ક પણે આપવામાં આવે છે. પારિવારીક અને ધાર્મિક વાતાવરણ જાળવી અષ્ઠ સખાના કિર્તનો અને ર્માં જગદંબાના રાસે ખેલૈયાઓ ૯ દિવસ સુધી ગરબે ધુમે છે. નાનાથીલઈ મોટા તમામ હાલારી રાસના ગરબા અને કિર્તનોનો લાભ લઈ શકે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા દ્વારકેશ ગ્રુપના મનસુખભાઈ સાવલીયા, બીપીનભાઈ હદવાણી, હરીભાઈ બાલધા, નરેશભાઈ નારીયા ધનસુખભાઈ વેકીયા, નવનીતભાઈ ગજેરા, ભરતભાઈ સંચાણીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.