Abtak Media Google News

યૂ-ટયૂબનું ઓનલાઈન ક્રિએટર્સને પોતાના વિડીયો અપલોડ કરવાનું આહવાન

લગભગ ૩૦૦ મિલિયન સ્માર્ટ ફોન યુઝર્સ દેશભરમાં છે તેમાં યૂ ટયૂબે કહ્યું હતુ કે ૩૦૦ મિલિયન સ્માર્ટ ફોન યૂઝર્સ થકી ૧૮૦ મિલિયન ભારતીયો યૂ ટયૂબનો તેમના સ્માર્ટ ફોનનો યુઝ કરે છે.

યૂ-ટયૂબે ભારતીય સ્માર્ટ ફોન ધારકોને દરખાસ્ત કરી છે કે તમે યૂ-ટયૂબ પર તમારો વિડિયો અપલોડ કરો જે ૧૮૦ મિલિયન ભારતીય યૂ ટયૂબ યુઝર્સ જોશે અને આ માત્ર સ્માર્ટ ફોન ધારકોનો આંક છે. ડેસ્ક ટોપ કે લેપટોપ પર ઈન્ટરનેટ યુઝર્સ યૂ-ટયૂબ પર વિડીયો જોશે તેની સંખ્યા વધુ છે.

છેલ્લા ૧ વર્ષમાં સ્માર્ટ ફોન પર યૂ-ટયૂબનો વપરાશ જે ૫૫% હતો તે ૮૦% એ પહોચી ગયો છે. એટલે લગભગ બમણાથી થોડો ઓછો ઉછાળો માત્ર એક જ વર્ષમાં ભારતમાં યૂ ટયૂબના વપરાશકારોનો થયો છે.

જાણકારોનું કહેવું છે કે મોબાઈલ પર યૂ ટયૂબ એપ ડાઉનલોડ કરીને કિલપીંગ જોનારાની સંખ્યા આગામી વર્ષોમાં ૪૦૦%ની થશે યૂ-ટયૂબના ઓનલાઈન પાર્ટનર ડેવિડ પોવેલે જણાવ્યું હતુ કે અમે જોઈ રહ્યા છીએ કે દરેક જનરેશનમાં યૂ ટયૂબ યુઝ કરવાની વધુને વધુ ઉત્કંઠા તમન્ના જાગી રહી છે. ઉમર લાયક લોકો ધૂન ભજન કથા કિર્તન જુએ સાંભળે છે. તો યુવા પેઢી મૂવીના ટીઝર, ટ્રેલર, પોપ સોંગ, રેપ સોંગ વિગેરે જુએ સાંભળે છે અહી બધાનાં માટે કઈને કઈ છે.

યૂ ટયૂબ ભારતમાં ઓનલાઈન ક્રિએટર બનાવે છે. અત્યાર સુધીમાં ૧૪ ક્રિએટર છે જે દર મહિને ૧ મિલિયન સબસ્ક્રાઈબર લાવે છે. વધુને વધુ ભારતીયો મેટ્રોમાંથી યૂ ટયૂબ પર આવી રહ્યા છે. દાખલા તરીકે બોલીવૂડમાં પ્લે બેક સિંગર તરીકે ચાન્સ ન મળ્યો હો તેવા સિંગર યૂ ટયૂબ પર ઓરિજિનલ અથવા રીમીકસ વર્જન આપી રહ્યા છે. આથી યૂ ટયૂબને આશા છે કે ભારતમાં યૂ ટયૂબ યંગ ક્રિએટર્સ એક નવો જ માઈલસ્ટોન બનાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.