Abtak Media Google News

પ્રમુખસ્વામી મહારાજે આફ્રિકાની ધરતી પર વિચરણ-વ્યક્તિગત મુલાકાતો કરી હિન્દુ ધર્મના વૈશ્વિક મૂલ્યોનું હજારોમાં કર્યું સિંચન

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના બી.એ.પી.એસ. આફ્રિકા દિન નિમિતે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકા ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

Swaminarayan 1 3

બી.એ.પી.એસ. વરિષ્ઠ સંત પૂ.ઈશ્ર્વરચરણ સ્વામી તેમજ પ્રિયવ્રત સ્વામી, અમૃતસ્વરૂપ સ્વામી, પરમકીર્તિ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વિશાળ મંદિરોના સંકલ્પને પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યો હતો. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે આજે આફ્રિકા દિન નિમિત્તે આફ્રિકન મંડળોએ સુંદર રજૂઆત કરી છે. આફ્રિકન સત્સંગના પાયામાં શાસ્ત્રીજી મહારાજ છે. નિર્ગુણદાસ સ્વામીએ પત્રો લખીને આ સત્સંગની ઇમારતો ઊભી કરી છે. ત્યારબાદ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે કષ્ટો વેઠીને સત્સંગનો વિકાસ કર્યો છે. આફ્રિકાના હરિભક્તો નિષ્ઠા અને નિયમમાં દ્રઢ રહી સ્વામી બાપાને રાજી કરી રહ્યા છે. દરેકને તન-મન -ધન થી સેવા કરવાનું તાન છે. સૌની ભક્તિ વિશેષ વધે, સૌના દેશકાળ સારા રહે અને સૌ તને-મને-ધને સુખિયા થાય તેવી પ્રાર્થના. આ લોક અને પરલોક બંનેમાં સુખિયા થાય તેવી ભગવાનને પ્રાર્થના.

Home

ભારત સરકારના પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે હું સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજના ચરણકમળોમાં નમન કરું છું અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ યાચું છું. વિવેકાનંદજીનું સૂત્ર’ નરસેવા એ  નારાયણ સેવા” પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અને  બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સાક્ષાત જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજ આદર્શો અને આધ્યાત્મિકતાના સાગર હતા અને બીજાના ભલામાં આપણું ભલું તે તેમનો જીવનમંત્ર હતો. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય કોઈની આંખોમાં આંસુ નહોતા જોઈ શકતા તેવા કરૂણામૂર્તિ હતા. બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આ સંસ્થાના સ્વયંસેવકો દુનિયાભરમાં કોઈ પણ આપત્તિઓમાં સૌપ્રથમ પહેલ કરીને સમાજસેવાનું કાર્ય આરંભી દે છે. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના આયોજન અદ્ભૂત છે. જેમાં પરંપરાનું દર્શન, આધ્યાત્મિકતાનું દર્શન, સંસ્કૃતિ નું દર્શન, સેવા સમર્પણનું દર્શન અને સ્વચ્છતાનું દર્શન થાય છે.

25

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ જણાવ્યું હતું કે મારા માટે આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી તે મારા માટે સૌભાગ્યની વાત છે.

અબ્દુલ કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજ માટે લખેલું પુસ્તક વાંચીને હું ખૂબ જ અભિભૂત થયો છું. પ્રમુખસ્વામી મહારાજે દરેક કૃત્રિમ અથવા કુદરતી આપત્તિઓમાં રાહતકાર્યો કર્યા છે. આ બી.એ.પી.એસ સંસ્થા એ સમગ્ર વિશ્વમાં સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પસાર કરી રહી છે અને “વસુધૈવ કુટુમ્બકમ” ભાવનાને જીવંત રાખી છે.

વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશપ્રાય થઈ ગઈ છે પરંતુ કાશી અને વારાણસીની સનાતન ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવિત છે. “ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી નું પાલન કરીશું તો દેશમાં પોલીસની જરૂર નહિ પડે” તેવી સરદાર વલ્લભભાઈ એ કહ્યું હતું.

યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલોએ જણાવ્યું હતું કે હું ખૂબ જ આનંદિત છું આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને, અને મારું સૌભાગ્ય છે કે મેં અક્ષરધામના દર્શન કર્યા છે. અહી દરેક માણસોના ચહેરા પર પૂર્ણતા અને સંતોષનો ભાવ જોવા મળે છે એ જ આ નગરની દિવ્યતા અને ભવ્યતા દર્શાવે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “વિશ્વ એક માળો છે” તેના દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ” ઉદ્દાત ભાવનાનો પરિચય મળે છે. પ્રમુખસ્વામી મહારાજ નું જીવન અને કાર્ય એ આપણાં માટે આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદર્શો અને મૂલ્યો સાચા અર્થમાં આદર્શ માનવીનું નિર્માણ કરી શકે છે. હું ખૂબ જ ખુશ છું કારણકે મને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન અને ઈસ્કોન બેંગ્લોરના પદ્મશ્રી પૂ.મધુપંડિત દાસજીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન ખૂબ જ અદ્ભૂત છે. હજારો સ્વયંસેવકો અહી નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે કારણકે તેઓ શુદ્ધતા, પ્રેમ અને કરૂણાના પ્રતીક સમાન હતા.

પ્રમુખસ્વામી મહારાજે મને આશીર્વાદ આપી કહ્યું હતું કે , ’તમારા ગુરુએ તમને હરિનામ આપ્યું છે તે નિયમિત કરજો તો બધો વ્યવહાર ભગવાન સંભાળી લેશે.’ પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય આધ્યાત્મિક પરંપરાના ચમકતા સિતારા સમાન હતા કારણકે તેઓએ વૈદિક સ્થાપત્ય કલા વાળા 1100 થી વધારે માનવ ઉત્કર્ષના મંદિરોનું નિર્માણ કર્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ શુદ્ધતા, પ્રેમ અને કરુણાનો મહોત્સવ છે.

લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર, બિઝનેસ આંત્રપ્રિન્યોર, ડાયનેમિક ઈન્ડિયા ગ્રૂપના ડો.ભુપિન્દર (સોનુ) શર્માએ જણાવ્યું હતું કે હું આ સૌનો આભારી છું કે મને આ દુનિયામાં નવી દુનિયા જોવાનો મોકો આપ્યો. મારા પિતાના શુભ  કર્મોના ફળોના લીધે હું આજે આ મહોત્સવમાં હાજર રહી શક્યો છું કારણકે ઈશ્વરના આશીર્વાદ હોય ત્યારે સંતની કૃપા પ્રાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.