સુરેન્દ્રનગર યુનિવર્સિટીના 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે નવી દિશા અપાશે: ડો.અર્જુનસિંહ રાણા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. અને  સુરેન્દ્રનગર યુનિ. વચ્ચે  શિક્ષણ રમત ગમત ક્ષેત્રે એમઓયું

પંડિત દિનદયાલ હોલ ખાતે ગુજરાત સરકારની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનવિર્સિટી અને સુરેન્દ્રનગર યુનિવર્સિટી વચ્ચે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે એક કરાર આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલ . આ  થકી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જીલ્લાના તમામ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી તથા રોજગારની નવી તકો ઊપલબ્ધ થશે.

આ પ્રસંગે સુરેન્દ્રનગર યુનીવર્સીટીનાં ચેરમેન ઈન્દ્રસિંહ એસ . ઝાલાએ તેમનાં પ્રાસંગીક ઉદબોધનમાં તમામ વિદ્યાર્થીઓને ઉંચ્ચ કોટીનાં શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસની તકો ઉપલબ્ધ થશે અને તેમને રમતગમત ક્ષેત્રે કારર્કીદી ધડતરની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ માટે સુરેન્દ્રનગર યુનીવર્સીટી હરહંમેશ કટીબધ્ધ રહેશે તેમ જણાવેલ . આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવેલ કે વિદ્યાર્થીને જ્યારે પણ કારર્કીદી માર્ગદર્શન ની જરૂર હશે ત્યારે ત્યારે સુરેન્દ્રનગર યુનીવર્સીટી હરહંમેશ સારથી બનીને તેમનાં ઉચ્ચતમ ધ્યે યોને સિધ્ધ કરવામાં મદદરૂપ થશે.

જ્યારે સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટી નાં વાઈસ ચાન્સેલર પ્રો . ડો . અર્જુનસિંહ રાણા કે જેઓ ગુજરાત સરકારનાં રમત ગમત વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી છે તથા  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિઝનથી શરૂ કરવામાં આવેલ ફીટ ઈન્ડીયા મુવમેન્ટનાં રાજ્ય ખાતે નોડલ ઓફીસર અને બ્રાન્ડ એમ્બેસેડર છે . સાથે સાથે તેઓ સુરેન્દ્રનગરનાં વતની છે . તેઓ વતનનું ઋણ અદા કરવા કરવા તથા સુરેન્દ્રનગર જીલ્લો રમત ગમત ક્ષેત્રે નવી સિધ્ધીઓ અચલ કરે તે માટે તેઓ પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે , સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જીલ્લાનાં વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ તકો પ્રાપ્ત કરાવવા માટે તેઓ અને તેઓની ટીમ હરહંમેશ તૈયાર રહેશે અને સુરેન્દ્રનગર જીલ્લાનાં નાં યુવા ધનને શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે વિકસવાની તમામ તકો પ્રાપ્ત કરવવામાં હરહંમેશ ફાળો આપશે તેવું જણાવેલ . સાથે સાથે તેઓ એ ફીટ ઈન્ડીયા યુથ કલબ નું પણ લોન્ચીંગ કર્યું અને આજના યુવા ધનને ફીટનેસ પ્રત્યે સભાનતા કેળવવા પણ આહવાન કરેલ , તેઓએ વધુમાં વાત કરતાં જણાવેકે , તેઓ અને તેમની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાને રમત ગમતનાં ક્ષેત્રે આગળ વધારવા માટે ગુજરાત સરકારની સ્વર્ણીમ ગુજરાત સ્પોટર્સ યુનીવર્સીટી માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો ન્યુ એજ્યુકેશન પોલીસી અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવશે જેનો લાભ યુનિવર્સિટીના 4000 થી વધુ વિદ્યાર્થીને થશે . જે વિદ્યાર્થી ચાલુ અભ્યાસ દરમીયાન શીખી શકશે અને તેની કારર્કીદીને નવી જ દીશા તરફ લઈ જવામાં મદદરૂપ થશે.

આપ્રસંગે ગુજરાત સરકારના પુર્વ કેબીનેટ મંત્રી રણજીતસિંંહ ઝાલા, સુરેન્દ્રનગર ભારતીય  જનતાપાર્ટી પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રેસીડેન્ટ ડો. રૂદ્રસિંહ ઝાલા, ખાસ ઉપસ્થિત મનીષભાઈ ત્રિવેદી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના પ્રોફેસર ડો. કૃણાલ દેસાઈ તથા પ્રોફેસર ડો. યજુવેન્દ્રસિંહ જેઠવાએ વિશેષ  ઉપસ્થિત રહીને કાર્યક્રમનીશોભામાં અભિવૃધ્ધિ કરેલ.