Abtak Media Google News

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેને લઈને હાલમાં કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 થી 20 વર્ષ થી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરનારા 50થી વધુ કર્મચારીઓને અચાનક કોઈ પણ જાતની નોટીસ કે જાણ કર્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે જેને લઇને કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી જવા પામી છે.

આ કર્મીઓ સાથે અમારે કંઇ લેવા-દેવા નહીં : પાલિકા પ્રમુખ

ઇલેક્ટ્રીક વિભાગના 15થી વધુ કર્મીઓ પોતાની માંગને લઇ હડતાલ પર જતા શહેરની બંધ સ્ટ્રીટ લાઇટોનું કામ ખોરંભે

1625117271627

કોરોનાની મહામારી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર 50થી વધુ કર્મચારીઓને અચાનક છુટા કરવામાં આવતા હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર તથા કોન્ટ્રાક્ટર પાસે આ તમામ કર્મચારીઓ દોડી ગયા છે.

પરંતુ તેમના દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વિવિધ પ્રશ્નો વચ્ચે પણ જેવા કે પીએફ ના પ્રશ્નો પગાર વધારાના પ્રશ્ન જેવા વિવિધ પડતર પ્રશ્નો વરચે પણ આ 50 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.આ બાબતે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યને પૂછપરછ કરવામાં આવતા તેમના ઉડાઉ જવાબ આપી દીધો છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે અમારે કોઇપણ જાતના લેવાદેવા નથી.

તેમ કહી પાલિકા પ્રમુખે પોતાનો બચાવ કર્યો હતો.જ્યારે ઇલેક્ટ્રીક વિભાગમાં કામ કરનારાઓ 15થી વધુ કોન્ટ્રાક્ટ બેજના ઇલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ પગાર વધારા તથા તેમને મળતા લાભો ન મળતાં હડતાલ ઉપર ઉતર્યા છે. તેને લઇને શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે તે હવેથી રીપેરીંગ નહીં થાય જ્યાં સુધી પગાર વધારો નહીં આપવામાં આવે ત્યાં સુધી કામ ઉપર નહીં આવીએ તેવી ચીમકી આ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.