Abtak Media Google News

DEOની રી 1 અને -DPEOની 13 જગ્યા મળી કુલ 34 જગ્યા પર અન્ય અધિકારીઓને ચાર્જ આપી ગાડું ગબડાવાય છે:

વર્ગ-2 ના અધિકારીઓને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠી

રાજ્યમાં ડીઇઓ અને ડીપીઇઓની કુલ 67 જગ્યાઓ પૈકી 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી ખમ્મ પડી હોવાનું સામે આવ્યું છે. આમ શિક્ષણ વિભાગના વર્ગ-1ના અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી હોય અન્ય અધિકારીઓને તેનો ચાર્જ સોં5વામાં આવ્યો છે. ખાલી પડેલી જગ્યાઓમાં ડીઇઓની રી 1 જગ્યા અને ડીપીઇઓની 13 જગ્યા મળીને કુલ 34 જગ્યા હાલમાં ખાલી છે. હવે આ જગ્યાઓમાં વહેલી તકે વર્ગ-રી ના અધિકારીઓને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં 33 જિલ્લા અને અમદાવાદ શહેર એમ મળી કુલ 34 જિલ્લા શિક્ષાધિકારીઓની જગ્યાઓ આવેલી છે જ્યારે 33 જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓની જગ્યા છે. આમ બંને મળીને કુલ 67 જેટલી જગ્યાઓ આવેલી છે. આ ઉપરાંત સામાન્ય રીતે શિક્ષણ વિભાગે નક્કી કરેલી સંખ્યાનુસાર 100 શાળાઓએ ચાર એઇઆઇનું મહેકમ જિલ્લામાં આપવાનું હોય છે અને જિલ્લાને બીટમાં વહેંચીને આ અધિકારીઓ દ્વારા શાળાના નિરિક્ષણ અને અન્ય કાર્યો કરતા હોય છે.

હાલમાં રાજ્યમાં નવ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની જગ્યાઓ સંપૂર્ણપણે ખાલી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં શિક્ષણ સેવા વર્ગ-1ના અધિકારી ન હોવાથી ઘણા બધા નિતિ વિષયક પ્રશ્ર્નો ખોરંભે પડ્યા છે. રાજ્યના 11 મોટા જિલ્લામાં પણ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી છે જેમાં અમદાવાદ શહેર, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ, બોટાદ, ડાંગ, નર્મદા, નવસારી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ત્રણ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે જેમાં અમદાવાદ જિલ્લો, મહિ સાગર અને અમરેલીનો સમાવેશ થાય છે. આમ રાજ્યના વિવિધ જિલ્લાઓની માધ્યમિક તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીની 67 જગ્યા પૈકી 34 જગ્યાઓ વર્ગ-1 અને વર્ગ-રી ના અધિકારીઓને ડબલ ચાર્જ આપી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બઢતીઓ આપવામાં આવી હતી. જેમાં નાયબ શિક્ષક નિયામકને સંયુક્ત શિક્ષણ નિયામક સુધીના પ્રમોશન અપાયા છે ત્યારે આ ખાલી જગ્યા ભરવા માટે વર્ગ-રી ના અધિકારીઓને પ્રમોશન આપી વર્ગ-1ની ખાલી જગ્યાઓ ભરવામાં તે માટે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.