Abtak Media Google News

નાણાકીય અને સામાજિક સુરક્ષા માટે વીમો ખુબજ જરૂરી!!!

દેશના અડધાથી વધુ વાહનો વીમા કવચ વગરના છે ત્યારે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાકી રહેતા 83% જે વાહનો છે તેને વિમાનનું કવચ મળવું જોઈએ અને લોકોએ વીમા અંગે જાગૃતતા પણ કેળવવી જોઈએ. મુંબઈ ખાતે આયોજિત થયેલા 18 માં ઇન્સ્યોરન્સ સમિટ માં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વીમાના વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ અને ટેકનોલોજી થી સર્ચ થવું પડશે અને બાકી રહેતા લોકોને વીમા કવચ લેતા કરવા પડશે.

હાલ વિમામા જે જટિલતા જોવા મળી રહી છે તેને સરળ બનાવવાનો પણ હેતુ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર હોય કરવો પડશે અને તેના માટે યોગ્ય ઇનોવેશન ની સાથે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. મોટા શહેરોની સાથો સાથ નાના ગામડાઓમાં પણ વીમા અંગે જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે કારણ કે વીમા કવચ નાણાકીય ની સાતો સાત સામાજિક સુરક્ષા આપવામાં ઉપયોગી નીવડે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા વીમા સુગમ નામનું ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં લોકો એક જ સાથે અનેક વીમા અંગે માહિતી મેળવી શકશે અને તે વિમાની ખરીદી પણ કરી શકશે જેથી ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર વેચવામાં આવેલા વીમા ડિજિટલ ફોર્મમાં જોવા મળશે અને  વીમા કવચને રીતે સુરક્ષિત રાખવું તે પ્રશ્નમાંથી પણ તેઓને મુક્તિ મળશે.

માત્ર વાહનો માટે જ નહીં પરંતુ લોકોએ પોતાનું વીમો પણ ઉતારવો ખૂબ જ જરૂરી છે કારણ કે તેનો ફાયદો લાંબા ગાળે તેમના પરિવારોને થતો હોય છે હાલ વીમા અંગે લોકોની જાગૃતતા તો ખૂબ વધી છે પરંતુ તેની જે અમલવારી થવી જોઈએ તે થઈ શકી નથી માટે ઇન્સ્યોરન્સ અંગે ઠેર ઠેર સુધી લોકોનું ધ્યાન પહોંચે એ એટલું જ જરૂરી અને અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.