Abtak Media Google News

દર્દીઓને એમ્બ્યુલન્સમાં ખસેડાશે : સ્વાઇનફલુ સામે લડવા આરોગ્ય તંત્ર સજજ બન્યું

શહેરની સિવીલ હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાઇનફલુના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં બાબરા આધેડની હાલતમાં સુધારો આવતા તેમને રજા આપવામાં આવી હતી. અને સોમનાથ જીલ્લાની સગર્ભાનું મોત નિપજતા સ્વાઇનફલુના મરણનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો. હાલ સીવીલ હોસ્પિટલના સ્વાઇન ફુલ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં વધુ એકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલુનો રાફડો ફાટતા આરોગ્ય તંત્ર સજજ થઇ ગયું છે.

રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સ્વાઇનફુલના પાંચ પોઝીટીવ કેસ નોધાતાની સાથે જ આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓ માટે ખાસ તબીબ સાથે ઓકિસજન સીલીન્ડરની રાખી એમ્બ્યુલન્સ તૈયાર કરવાનો નિર્ણય કલેકટર કચેરીએ આરોગ્ય અધિકારીની બેઠકમાં લેવાયો છે.

રાજકોટ સીવીલ હોસ્પિટલમાં હજુ સુધી સ્વાઇન ફુલના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં સોમનાથ જીલ્લાની સર્ગભાનું મોત નિપજતા સ્વાઇનફુલ વોર્ડ અને સાથે ખાસ એમ્બ્યુલન્સને તૈયાર કરવામાં આવી છે.

કલેકટર કચેરી ખાતે મળેલી આરોગ્ય અધિકારીની બેઠકમાં પણ જનતાને થતા સામાન્ય શરદી-ઉઘરસને પણ હળવાસથી ન લઇ તત્કાલ તબીબ સાથે સારવાર લેવાની વિનંતી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.