ખનીજ ચોરી માટે બદનામ ધેડ પંથકમાંથી વધુ રૂ. ૧૦ લાખની ચોરી ઝડપાઇ

તંત્રની મિલી ભગતથી ચાલતી ખનીજ ચોરીમાં ખાણ વિભાગે કરી કાર્યવાહી, રૂ. ર૦ લાખનો મુદામાલ કબ્જે

પોરબંદર તાલુકાના ઘેડ પંથકના બળેજ ગામે ગેરકાયદેસર રીતે ચાલતી ખનિજચોરી પર ખાણ ખનિજ વિભાગે દરોડો પાડયો હતો અને ૬ પથ્થર કટીંગ મશીન તેમજ એક ટ્રક મળી કુલ ર૦ લાખ રૂપીયાનો મુદામાલ કબ્જે કયર્ો હતો અને કેટલી ખનિજચોરી થઈ તે બાબતે સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી.

પોરબંદર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની મીઠી નજર થી જ બેફામ ખનિજચોરીઓ ચાલતી હોવાની ચચર્ા જોવા મળે છે. માત્ર અમુક સ્થળોએ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પોરબંદર તાલુકાના ઘેડ પંથકના બળેજ ગામે સોમવારે મોડી રાત્રે ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નાથા સવદાસ આગઠની લીઝવાળી ખાણમાં કિરીટ અરભમ મોઢા અને ત્રિકમ મોઢા નામના બે શખ્સો લીઝ સીવાય વધારાની જગ્યામાંથી પણ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું સામે આવતા ખાણ ખનિજ વિભાગે સ્થળ પરથી ૧૦ લાખ રૂપીયાની કિંમતના પથ્થર કટીંગ મશીન અને દસ લાખની કિંમતનો એક ટ્રક મળી કુલ રૂપીયા વીસ લાખનો મુદામાલ કબ્જે કયર્ો હતો. ત્યારબાદ સ્થળ પરથી કેટલી ખનિજચોરી થઈ ? તે અંગે ખાણખનિજ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં મોટી ખનિજચોરી બહાર આવે તેવી શકયતા છે. જો ખાણખનિજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરે તો કરોડોની ખનિજચોરી બહાર આવે તેવી શકયતા છે પરંતુ ખનિજચોરીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ભીનું સંકેલાય તેવી ચચર્ાઓએ પણ ગ્રામ્યપંથકમાં જોર પકડયું છે…