Abtak Media Google News

ભારતમાં તાજેતરમાં એંટ્રી કરનાર જબરદસ્ત કસ્ટમર સપોર્ટ ધરાવનારી ઓટો કંપની એમજી (મોરિસ ગેરેજ) મોટર ઇન્ડિયા (મોરિસ ગેરેજ ઇન્ડિયા) એ તેની ઇલેક્ટ્રિક કાર એમજી ઝેડએસ ઇવીની પ્રી બુકિંગ શરૂ કરી દિધી છે. આ ભારતમાં સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ ઇલેક્ટ્રિક એસયુવી (Internet electric SUV) છે.કસ્ટમર્સને આ એસયુવીના બુકિંગ માટે 50,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

એમજીમોટર દ્વારા પ્રથમ 1000 કસ્ટમર માટે ખાસ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસની જાહેરાત પણ કરી છે. તાજેતરમાં દેશભરનાં પાંચ શહેરો જેવા કે દિલ્હી, મુંબઇ, અમદાવાદ,બેંગલુરુ અને હૈદરાબાદમાં બુકિંગની શરૂઆત થઈ છે. કંપની જાન્યુઆરીમાં આ એસયુવીને લોન્ચ કરશે તેવી શક્યતા છે.

  • MG ZS EVને બે વેરિઅન્ટ Excite અને Exclusiveમાં લોન્ચ કરવામાં આવશે.
  • આ ઈલેક્ટ્રિક કારને ત્રણ ડ્રાઈવિંગ મોડ eco, sports and normalની સાથે ત્રણ કલર વિકલ્પ રેડ, બ્લૂ, વ્હાઈટમાં લોન્ચ કરવામાં આવશે.
  • આ કારની બુકિંગ શરૂ થઈ ગઈ છે, પરંતુ તેનું વેચાણ જાન્યુઆરી 2020માં શરૂ થશે.
  • MG ZS EVના ચાર્જિંગને લઈને કંપનીએ દાવો કર્યો છે કે તેની બેટરી DC fast Charger દ્વારા 80 ટકા સુધી માત્ર 50 મિનિટમાં ચાર્જ કરી શકાશે.જ્યારે તેને kW AC ચાર્જરથી ઘરે જ ચાર્જ કરી શકાશે. જેમાં 6થી 8 કલાકનો સમય લાગશે.
  •  MG ZS EVની સાથે જ એક પોર્ટેબલ ચાર્જર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની મદદથી ઘરના સામાન્ય સોકેટમાં પણ ચાર્જ કરી શકાશે.

MG ZS EVના ગ્રાહકોને કંપની 5 વર્ષ/અનલિમિટેડ કિમીની મેન્યુફેક્ચર વોરંટી સાથે લિથિયમ આયન બેટરી પર 8 વર્ષ/1,50,000 કિમીનું વિકલ્પ પણ આપી રહી છે. કારમાં ઉપયોગમાં લેવાયેલી મોટરનું પાવર 143hp અને ટૉર્ક 353Nm સુધી રહેશે. MG ZS EVમાં 44.5kWh લિક્વિડ કૂલ્ડ બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની રેન્જને લઈને કંપનીએ દાવો કર્યો છે કે તે સિંગલ ચાર્જમાં 340 કિમીનું અંતર કાપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.