Abtak Media Google News

આજે તમને પાંચ એવા ફળ બેરિંગ વૃક્ષો વિશે જણાવીશ જેના ફળ ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ છે. પણ તેને રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે. તો ચાલો જાણીએ ૫ એવા સૌથી લોકપ્રિય ફળ બેંરિગ વૃક્ષો અને તેનાથી થતા ફાયદાઓ વિશે…

૧- જામુન ટ્રી અથવા જાવા પલ્મ ટ્રી :

Jamun– આ વૃક્ષ સામાન્ય રીતે ભારતમાં જોવા મળે છે જે એવર ગ્રીન ઉષ્ણકટીબંધીય વૃક્ષ છે. તે ઉપરાંત આ વૃક્ષ પાકિસ્તાન, નેપાળ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા અન્ય દક્ષિણ-પૂર્વ દેશોમાં ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ લગભગ ૧૦૦ વર્ષ સુધી જીવંત રહેવા માટે જાણીતું છે. સામાન્યપણે આ વૃક્ષને જામુન ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ શ‚આતમાં લીલા રંગનું હોય છે. આગળ થતા પાકતા તેનો રંગ બદલાય છે. જામુનો આનંદ માણવાનો શ્રેષ્ઠ સમય મે અને જુન મહિનામાં છે. આ ફળ કુદરતી રક્ત શુધ્ધિકરણ તરીકે ઓળખાય છે. કારણ કે તેમાં ભરપુર આયર્ન હોય છે તે હાઇબ્લડ પ્રેશરના સ્તરોને નિયત્રિંત કરવામાં મદદ‚પ નીવડે છે. તે વિટામિન અને વિટામિનથી પણ સમૃધ્ધ છે તે ઉપરાંત કોમળ સ્ક્રીન મેળવવા માટે પણ શ્રેષ્ઠ ગણાય છે.

૨- સાપોડિલા ટ્રી

– આ વૃક્ષ મુળ મેક્સિકો હોવાનું જાણીતું છે. પરંતુ ભારતમાં પુષ્કળ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ જમ્મુથી દેહરાદુન અને શિવાલિક પર્વત પાસેે જોવા મળશે. તેમજ તે વર્ષમાં બે વાર જોવા મળે છે. જાન્યુઆરીથી ફ્રેબુઆરી અને મે થી જુન વૃક્ષના પીળા પાંદડા ઘણીવાર કુદરતી દવાઓ બનાવવા માટે વપરાય છે. જે ઉદરસ અને શરદીમાં રાહત અપાવે છે. તે અત્યંત સ્વાદિષ્ટ અને ખાંડના સ્વાદ જેવો મીઠો રસ ધરાવે છે. ફળમાં કાળા ચળકતા બીજનું તેલ જે વાળ અને માથાની શુષ્ક ચામડી માટે ફાયદાકારક નીવડે છે.

૩- આમડા (ઇન્ડીયન ગોસબેરી)

– આ વૃક્ષનો પ્રારંભ ભારતમાં થયો હતો. તેની વૃધ્ધિ પશ્ર્ચિમ અને પુર્વ ઘાટો સાથે સુકા વિસ્તારોમાં થઇ હતી. તે મોટે ભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઉતરી રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આર્યુવેદમાં તેના હિ લિંગ ગુણો માટે મુલ્યવાન છે. તેમા રહેલ વિટામિન સી સ્ત્રોતોમાંનું એક છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ અને ક્રોમિયમ હોય છે. જે ડાયાબિટિસના દર્દી માટે ખૂબ ફાયદેમંદ સાબિત થાય છે.

૪- એગલ માર્મલોસ ટ્રી (બેલ)

– આ વૃક્ષ ભારતમાં સ્થાનિક રીતે બેલ અથવા એગલ માર્મલોસ તરીકે ઓળખાય છે. આ વૃક્ષના પાદળાનો ઉપયોગ ભગવાન શિવની પુજા માટે કરવામાં આવે છે. તે પિઅર-આકારના પીળા ફળ ધરાવે છે. તે વૃક્ષ ફ્રેબુઆરી મહિનામાં મે મારફતે જોવા મળે છે. આ વૃક્ષ મીઠુ અને ખાટા સ્વાદોનું મિશ્રણ ભરપુર છે. કઢી બનાવવા માટે આ પાંદળાનો ઉપયોગ કરવાથી સ્વાદિષ્ટ સુંગધદાર બને છે. તેમજ તેના સુકા પાદળા મસાલા બનાવવામાં માટે વપરાય છે. અને તેનું તેલ વારંવાર કાનના ચેપને દૂર કરવા માટે ઉપયોગી બને છે.

૫- ફલાસા વૃક્ષ

Phalsa– આ વૃક્ષમાં જાંબલી રંગનું બેરી નામનું ફળ જે મીટા સ્વાદની સાથે ઓફ્સેટ એસ્ટ્રીજન્ટ અને એસિડિક ફ્લેવર માટે પણ જાણીતુ છે. આ વૃક્ષ એપ્રિલ અને જૂનની વચ્ચે જોવા મળે છે. ઉનાળામાં મધ્ય ભાગમાં શીતક તરીકે કામ કરે છે. તેના પાદડા એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.