‘તારા માતા-પિતાને કહે જે કે જીયાણામાં સોનાના ઘરેણાં આપે’ તેમ કહી સાસુ અને પતિએ ઘરેથી કાઢી મૂકી

રાજકોટ: પત્નીને દારૂ, જુગારના પૈસા લાવવાનું દબાણ કરતા પતિ સામે નોંધાતો ગુનો

રાજકોટમાં વધુ એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં ભગવતીપરા મેઇન રોડ પર માવતરને ત્યાં રહેતી પરિણીતાને પતિ અને સાસુ માવતરના ઘરેથી દારૂ પીવાના અને જુગાર રમવાના પૈસા લાવવા માટે દબાણ કરતા હોવાથી અંતે તેણીએ કંટાળી તેમના વિરૂદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ

નોંધાવી છે.ભગવતીપરા મેઇન રોડ પર માવતરના ઘરે રહેતા સોનલબેન આગરીયાએ પોલીસને ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ રાજેશ અને સાસુ માસુબેનના નામ આપ્યા હતા જેમાં ફરિયાદમાં તેમને જણાવ્યું કે, તેના લગ્ન દસેક વર્ષ પહેલા રાજેશ સાથે થયા હતા. જેના ફળ સ્વરૂપે સેતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. લગ્ન બાદ તે સંયુકત કુટુંબમાં રહેવા ગયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ પતિ કાઈ કામ કરતો ન હોવાથી તેને કામ કરવાનું કહેતા ઝઘડો કરતો હતો. તેને ધીમે-ધીમે દારૂ અને જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી.

એટલુ જ નહી પતિ પાસે દારૂ અને જુગા2 2મવા માટે માવતરના ઘરેથી પૈસા લઈ આવવા દબાણ કરતો હતો. તે પૈસા આપવાની ના પાડે તો ઝઘડો કરી ગાળો આપતો હતો. આ વાત તેણે તેના સાસુને કરતા તે ઉલ્ટાના પતિને સાથ આપતા હતા. તેને ત્યા પુત્રનો જન્મ થતા સાસુ અને પતિએ ‘તારા માતા-પિતાને કહે જે કે જીયાણામાં સોનાની વસ્તુ કરાવી આપે’ તેમ કહી સોનાની વસ્તુ લઈ આવવા માંગણી કરતા. બીજી તરફ સાસુ ઘરકામ જેવી નાની-નાની વાતમાં મેણા-ટોણા મારી ત્રાસ આપતા હતા.

તે ટ્યુશન ચલાવી પૈસા કમાતા તે પૈસા પણ ચો2ી પતિ આખી રાત જુગાર રમતો હતો. તેમજ પરસ્ત્રી સાથે સંબંધ રાખી તેની સાથે ફોનમાં વાતો કરતો હતો. પતિએ કોઈ દિવસ તેની અને તેના પુત્રની સાર સંભાળ લીધી ન હોય પુત્ર બિમાર હોવા છતાં સાથે દવા લેવા પણ પતિ જતો ન હોવાનો આક્ષેપ કરતા મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.