માતૃભાષા એ જ શિક્ષણનું માધ્યમ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ર0 ભાષાઓમાં છ ભારતીય ભાષાનો સમાવેશ !!

સૌથી વધુ બોાલતી ભાષામાં આપણી હિન્દી ત્રીજા સ્થાન પર છે: બંગાલી ભાષા પણ ટોપ 10માંં સ્થાન ધરાવે છે. બાળકને માતા તરફથી મળેલી ભાષાને માતૃભાષા કહેવાય છે: આપણી ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ-25 માઁ આવે છે

જેમ દરેક પ્રાંતના પાાણીનો સ્વાદ બદલાય તે રીતે જે તે પ્રાંતની ભાષા પણ બદલાય છે. આપણી ગુજરાતી કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય છે. લોકો દ્વારા બોલાતી ભાષાને લોકભાષા કે માતૃભાષા કહેવાય છે. ભારતમાં મોંધવારી તમામ ભાષાઓની સંખ્ય 19 હજારથી વધુ જોવા મળે છે, કે ચલણમાં છે. વિવિધ શોધ અને સંશોધન બાદ નિયત માણદંડમાં આવતી 1369 ભાષાઓને ભારતમાં માતૃભાષાનો દરજજો અપાયો છે. બાકીની 1474 ભાષાને અન્ય માતૃભાષાઓના મથાળા હેઠળ આવરી લેવાય છે. વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ર0 ભાષા પૈકી છ ભાષા આપણી ભારતીય છે.

ભારતના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ ભાષા ચલણમાં છે જેમાં બંગાળી, આસામી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી ભાષાનો સમાવેશ થાય છે. વિશ્ર્વમાં હાલ 6500 થી વધુ ભાષા બોલાય છે

આપણી હિન્દી ભાષા વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષાના ત્રીજા ક્રમે છે. બંગાળી ભાષા પણ ટોપ-10 માં આવે છે તો આપણી ગુજરાતી ભાષા પણ ટોપ-રપમાં સ્થાન ધરાવે છે. બાળકોને માતા દ્વારા મળેલી ભાષાને માતૃભાષા કહેવાય છે. માતૃભાષામાં જ પાયાથી તેને શિક્ષણ અપાય તો જ તેનો ઝડપી વિકાસ શકય બને છે. અમુક માપદંડોમાં ખરી ઉતરતી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજજો આપવાની સરકારી જાહેરાત મુજબ તમિત (2004), સંસ્કૃત (2005), કન્નડ અને તેલુગુ (2008) નો સમાવેશ થયો છે.

ભારતની તમામ ભાષાના તલસ્પર્શી અભ્યાસ બાદ 1ર3 માતૃભાષાને બંધારણની આઠમી અનુસુચિમાં દર્શાવેલ ભાષા સાથે સાંકડી છે, દશ હજાર કે તેથી વધુ લોકો દ્વારા બોલાતી ર70 ભાષાઓની યાદી આપણાં દેશમાં તૈયાર છે. આપણાં દેશમાં સંસ્કૃત ભાષા બોલનારની સંખ્યા વધઘટ થયા કરે છે. આપણા દેશની 40 થી વધુ ભાષા કે બોલી લુપ્ત થવાને આરે છે. હાલ દેશમાં રર શેડયુલ ભાષા ઉપરાંત 31 ભાષાઓને વિવિધ રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સત્તાવાર ભાષા બની છે. યુનેસ્કો દ્વારા પણ આપણી 1ર ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે જે લુપ્ત થવાના આરે છે. આપણાં દેશની ભાષાઓ નદી જેવી છે જે આગળ વિસ્તારમાં જતા સહાયક ભાષાઓને તેની ઉપ ભાષા બનાવે છે.ભારતની વિવિધ ભાષાઓમાં અમુક શબ્દોમાં સામ્યતા જોવા મળતી હોવાથી આપણને પ્રશ્ર્નય થાય કે આપણી ભાષા એક મૂળમાંથી આવે છે? આજથી લગભગ 70 હજાર વર્ષ પહેલા માનવીના મગને વિકાસ વાદના પગલે ગતિ કરી ત્યારે જ જ્ઞાનાત્મક ક્રાંતિની શરુઆત થઇ હતી. પ્રારંભે સંકેતો અને ઇશારાની ભાષા બાદ એને શબ્દોનું રૂપધારણ કર્યુ અને ધીમે ધીમે જે તે વિસ્તારની સમજ આવડત મુજબ એ જમાનામાં પોતાની ભાષા કે ભાતૃભાષા વિકસાવી હતી.

દુનિયાની હાલની વસ્તી અંદાજે 770 કરોડની છે જેમાં પાંચ હજારથી વધુ ભાષા ચલણમાં છે. આપણાં દેશની 130 કરોડ વસ્તીમાં 780 જેટલી ભાષાઓ ચલણમાં છે, આ આંકડો 1961 માં 1650 જેટલો હતો. દર વર્ષે ઘટાડો થતા અને ભાષા લુપ્ત થતી જાય છે. આમને આમ ચાલતું રહેશે તો ઘણી ભાષા લુપ્ત થઇ જશે. ભારતીય ભાષાને તેના મૂળ પ્રમાણે ચાર ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. ઇન્ડો-આર્યન ભાષા, દ્રવિડિયન ભાષા, એસ્ટ્રો એ શિયાટીક ભાષા અને તિબેટો બર્મન ભાષાના જાુથમાં વહેતાયેલી છે.

ઘરમાં બોલાતી ભાષા એ જ માતૃભાષા અને તેમાં જ અપાતું શિક્ષણ જ શ્રેષ્ઠ માઘ્યમ છે. માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. નવી શિક્ષણ, નીતી 2020માં એટલે જ પ્રાથમિક અને પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજીયાત કર્યુ છે. મનો વિજ્ઞાન પણ કહે છે કે ઘર અને શાળાની ભાષા જાુદી પડે ત્યારે બાળક મુંઝાય છે. માતૃભાષા એટલે હ્રદયની ભાષા.

ભાષાકિય અને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે જાગૃતિ લાવવા આજનો માતૃભાષા દિવસ ઉજવાય છે. જેનો વિચાર 1999માં યુનેસ્કોને આવ્યો જેના પગલે 2008 માં માતૃભાષાનું આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી હતી. 2009થી દર વર્ષે આજે આ દિવસની ઉજવણી થાય છે. આ વર્ષની થીમ ‘બહુભાષી ’શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ પડકાર અને તકો છે. આજની ર1મી સદીમાં ટેકનોલોજીના માઘ્યમથી આપણે ઘણી ભાષા શીખી શકવાની તક મળી છે. આજે ઇન્ટરનેટ, મોબાઇલ, વિવિધ એપ્લીકેશનમાં ભાષા પસંદગીની તક અપાય છે. ભાષા જ આપણાં મૂર્ત અને અમૂર્ત વારસાને સાચવવા જાળવવા અને તેના વિકાસ માટેનું સૌથી શકિતશાળી સાધન છે.

1952માં બંગાળી ભાષા ચળવળ અને 1995માં બાંગ્લાદેશમાં પ્રથમ વખત ભાષા ચળવળ દિવસ મનાવવામાં આવ્યો હતો. દર બે ત્રણ અઠવાડીયે એક ભાષા અદ્રશ્ય કે લુપ્ત થાય છે. તમામ ભાષાની ઉજવણી અને રક્ષણ કરવાનો આજનો દિવસ છે. આજે વિશ્ર્વમાં 6500 જેટલી ભાષાઓ બોલાય રહી છે. તમે જો કોઇ માણસ સાથે તે સમજે તેવી ભાષામાં વાત કરો તો તે ઝડપથી ગ્રહણ કરે છે. આજના ડિજિટલ યુગમાં વિશ્ર્વમાં 100 થી વધુ ભાષાઓનો ઉપયોગ થાય છે.
આપણી ગુજરાત ભાષાની પણ એક અલગ મજા છે. આપણને સપના અને વિચારો આપણી ભાષામાં જ આવે છે. આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઇએ. જેટલા ગર્વથી અંગ્રેજી બોલો એટલા જ ગર્વથી ગુજરાતી બોલો માતૃભાષામાં જ શિક્ષણ બાદ ફિલ્ડમાં આગળ વધવા અંગ્રેજીનો ઉપયોગ આવતો હોવાથી સપોટીંગ ભાષા તરીકે આજના યુગમાં શીખવી જરુરી છે. માતૃભાષા- હિન્દી અને અંગ્રેજીના સ્ટેપમાં જ આગળ વધવાથી જ સંર્વાગી વિકાસ શકય બને છે. આજના મા-બાપોની ઘેલછાને કારણે નાનપણ થી જ અંગ્રેજી માઘ્યમને કારણે તે બાળક માતૃભાષામાં વાંચી નથી શકતો અને આગળ જતાં ‘ન ઘરનો ન ઘાટનો’ જેવી સ્થિતિ થાય છે. આજે વિશ્ર્વના ખુણે ખુણે ગુજરાતી વસે છે ત્યારે તે તમામ દેશોના ઘણા લોકોને પણ ગુજરાતી કે હિન્દી આવડી ગયું છે. આપણી ભાષા કે બોલી ઘણી મીઠી હોવાથી અન્યો તેના તરફ આકર્ષાય છે.

માતૃભાષાની મીઠાશ તો જુઓ,ખારા નમકને પણ ‘મીઠું’ કહીએ છીએ અંગ્રેજી સારૂ છે,પણ ગુજરાતીનો મારૂ છે, હું ગુજરાતીને મારૂ ગુજરાત

નિશ્ર્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને શાસ્ત્રીય ભાષાનો દરજજો પ્રદાન કરવાની સરકારી જાહેરાત મુજબ તમિલ (2004), સંસ્કૃત (2005), કન્નડ અને તેલુગુ (2008) નો સમાવેશ થાય છે
સૌથી વધુ બોાલતી ભાષામાં આપણી હિન્દી ત્રીજા સ્થાન પર છે: બંગાલી ભાષા પણ ટોપ 10માંં સ્થાન ધરાવે છે. બાળકને માતા તરફથી મળેલી ભાષાને માતૃભાષા કહેવાય છે: આપણી ગુજરાતી ભાષાનું સ્થાન ટોપ-25 માઁ આવે છે
ભારતના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ ભાષા ચલણમાં છે જેમાં બંગાળી, આસામી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી ભાષાનો સમાવેશ થાય છે. વિશ્ર્વમાં હાલ 6500 થી વધુ ભાષા બોલાય છે.

આજના ડિજિટલ યુગમાં 100થી વધુ ભાષાનો ઉપયોગ

આજે ઇન્ટરનેટ, મોબાઇલ, ગુગલ, એપ્લીકેશન વિગેરેમાં 100 થી વધુ ભાષાઓનો ઉ5યોગ થઇ રહ્યો છે. આપણી ગુજરાતી ભાષા પણ તેમાં સમાવેશ છે. અંગ્રેજીમાં ગુજરાતી લખોને લખાય જાય તેવી વિવિધ એપમાં પણ આપણી હિન્દી -ગુજરાતીનો સમાવેશ થાય છે.વિશ્ર્વમાં હાલ 6500 થી વધુ ભાષા બોલાય રહી છે. આ વર્ષના સ્લોગનમાં પણ ‘બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ’ પડકાર અને તકોની વાત કરવામાં આવી છે. આજના બાળકો ટીવી જોઇને આપણી રાષ્ટ્રભાષા હિન્દી શીખવા લાગ્યા છે. તો મોબાઇલના ઉપયોગને કારણે તેને અંગ્રેજીનો મહાવરો વધવા લાગ્યો છે. આપણે પણ જયાં જરૂર પડે ત્યાં હિન્દી કે અંગ્રેજીના નાના વાકયો બોલીને ગાડુ ગબડાવી દઇએ છીએ. ઘરમાં બોલાતી ભાષા હોય તે જ આપણી માતૃભાષા કહેવાય છે અને તે હ્રદયની ભાષા હોવાથી આપણને તમામ વાત સમજાય જાય છે. વૈશ્ર્વિક લેવલે પણ અત્યારે આપણી હિન્દી બંગાળી ગુજરાતી ભાષાનું મહત્વ વધી રહ્યું છે.