Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના મહામારીના સમયમાં લોકોને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, કોરોના મહામારીથી લોકો અત્યારે ભયભીત થઈ રહયાં છે. આ સમયમાં લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું. કોરોનાના લક્ષણો જણાય તો ચેકઅપ કરાવી લ્યો, દવા લઈ સાજા પણ થઈ જશો. કોઈ વસ્તુ કાયમ નથી રહેતી. આજે રાત પડી ગઈ છે તો કાલે સવાર પડવાની જ છે, અને સવાર પડશે એટલે સોનાનો સૂરજ પણ ઉગશે જ. તેની જેમ કોરોના મહામારી કાયમ નથી રહેવાની. ધીમે – ધીમે ઓછી થઈ જશે અને પછી જતી પણ રહેશે.

આપણે આ સમયમાં થોડું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપણને કોરોનાની મહામારીમાંથી બહાર લાવવા માટે જે સૂચના આપી છે, તેનું આપણે ચોક્કસ પાલન કરવાનું જ છે.

આપણા મોબાઈલમાં SMS આવે તો આપણે તેને કેટલો ધ્યાનથી વાંચીએ છીએ ? તે રીતે જ આપણે સૌ એ આપણી દિનચર્યામાં પણ SMS એટલે કે, S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો આપણે ચોક્કસ કોરોનાને ઝડપથી હરાવી શકીશું. અને  હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.