Abtak Media Google News

લોકમાંગ પર ધ્યાન નહીં અપાય તો ચકકાજામની ચીમકી

કોરોના કાળમાં બંધ થયેલી ત્રણ ટ્રેનો પુન: શરૃ કરવામાં આવી નથી  આથી જામવંથલી રેલવે સ્ટેશન પાસે દસ દિવસ થી આંદોલન ચલાવાઈ રહ્યું છે.

આ આંદોલન ના આગક્ષની જવાળાઓ હવે નજીક ના ગામડા ઓ સુધી પહોંચી છે. પરમદિવસે 13 ગામના લોકોએ સ્ટેશન માસ્તરને આવેદન પાઠવ્યું હતું, તો બીજી તરફ આત્મવિલોપનની ચિમકી આપનાર ઉપ સરપંચ ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ગત તા. 9 અને રવિવારે જાલિયાદેવાણી, જામવણંથલી, ખોખરી, ખેંગારકા, હમાપર, માનસર, સુમરા સહિતના 13 ગામના લોકોએ જામવણંથલીમાં રેલવે સ્ટેશન માસ્તરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને હવે ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી અને કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી રાજકોટ-પોરબંદર, ઓખા-વિરમગામ અને ઓખા-રાજકોટ ટ્રેન પુન: શરૃ કરવા માંગણી કરી હતી.

આ મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં આજે મંગળવારે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીમાં ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ પછી તા. 1ર અને બુધવારે ચક્કા જામ ની ચેતવણી પણ આપવામાં આવી છે.

ખીજડિયા વિરાણી ગામના મહેન્દ્રસિંહ જાડેજા, માનસરના પર્વ સરપંચ નવધણભાઈ રોરિયા, ખોખરી ગામના જનકસિંહ જાડેજા, ખેગારકાના પૂર્વ સરપંચ રમેશભાઈ વગેરે 13 ગામના લોકો આ લડતમાં જોડાયા છે. આમ જામવણંથલીથી ભુરાભાઈ પરમાર વગેરેએ શરૃ કરેલ આંદોલન હવે આજુબાજુના ગામડા સુધી પહોંચ્યું છે.ટ્રેન સેવા મુદ્દે આંદોલન દરમિયાન ઉપવાસી એવા ભુરાભાઈ પરમાર ની તબિયત લથડતા તેમને હોસ્પિટલ માં લઈ જવાયા હતાં ત્યાંથી રજા મળતા તેઓ ફરીથી આંદોલનમાં જોડાઈ ગયા છે. તેમણે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હોવાથી તેમના ઉપર રેલવે પોલીસે પહેરો ગોઠવી દીધો છે અને સતત બે પોલીસ કર્મચારીઓ તેમની સાથે જ રહે છે.

કોરોનાકાળ ખતમ થયો અને રેલ સેવા રાબેતામુજબ થઈ હતી, પરંતુ ત્રણ ટ્રેન જે બંધ થઈ હતી તેને આજ સુધી ચાલુ જ કરવામાં આવી નથી. આ મુદ્દે 13 ગામના લોકો આંદોલન ચલાવી રહ્યા છે, છતાં આજ સુધી આ પ્રશ્ને સંબંધિતો દ્વારા કોઈ કામગીરી કરવાની તસ્દી લેવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.