- સિંધી સમાજના પ્રમુખ તરીકે અશોક ક્રિષ્નાણીની વરણી
- ચેટીચંદ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારીઓ શરુ
માંગરોળ: જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સમસ્ત સિંધી સમાજની મીટિંગ મળી હતી. જેમા માંગરોળ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદેદારો સાથે કારોબારી સભ્યો નિમણૂક કરાયા હતા. આ મીટીંગમાં સર્વાનુમતે સિંધી સમાજના પ્રમુખ તરીકે અશોક ક્રિષનાણી, ઉપપ્રમુખ તરીકે દિલીપ ટીલવાણી, સેકેટરી તરીકે આસન મંગલાણી, જોઇન્ટ સેકેટરી પ્રકાશ તન્ના, ખજાન્ચી તરીકે સુનીલ કોટકની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 30 માર્ચના રોજ નવનિયુક્ત પ્રમુખના માર્ગદર્શન હેઠળ સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું,
જુનાગઢ જિલ્લાના માંગરોળ સમસ્ત સિંધી સમાજની એક મીટિંગ મળી હતી જેમા માંગરોળ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદેદારો સાથે કારોબારી સભ્યો નિમણૂક કરાયા હતા. આ મીટીંગમાં સર્વાનુમતે સિંધી સમાજના પ્રમુખ તરીકે અશોક ક્રિષનાણી, ઉપપ્રમુખ તરીકે દિલીપ ટીલવાણી, સેકેટરી તરીકે આસન મંગલાણી, જોઇન્ટ સેકેટરી પ્રકાશ તન્ના, ખજાન્ચી તરીકે સુનીલભાઈ કોટક તેમજ નવનિયુક્ત હોદેદારો સાથે સાત કારોબારી સભ્યોની પણ વરણી કરાતા મીટીંગમાં ઉપસ્થિત પુર્વ પ્રમુખ નાનકરામ સોમૈયા, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશ લાલવાણી, લીનેશ સોમૈયા, સંજય રંગલાણી સહીત વડીલો અને યુવાનો દ્વારા તમામ નવનિયુક્ત હોદેદારોને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારે આગામી 30 માર્ચ 2025 ના રોજ નવનિયુક્ત પ્રમુખના માર્ગદર્શન હેઠળ માંગરોળ સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનનો જન્મોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવવા નક્કી કરાયુ જેમા સિંધી સમાજના તમામ લોકો આખો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ પાડી સત્સંગ કિર્તન, ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરાશે.
અહેવાલ: નીતિન પરમાર