મોરબી રેલ્વે સ્ટેશને નવા વિસ્તૃત પ્લેટ ફોર્મ નં.૧ નું સાંસદ ચાવડાના હસ્તે લોકાર્પણ

પ્લેટફોર્મની ઉંચાઇ ૩૯૧ મીટરથી વધારી ૫૩૩ મીટર કરાઇ

પશ્ચિમ રેલ્વે મુસાફરોના હિતમાં અનેક પગલાં લઈ રહ્યું છે જેથીે સ્ટેશનો પર સતત મુસાફરોની સુવિધામાં વધારો થાય છે.  રાજકોટ ડિવિઝન પર મુસાફરોની સગવડતાને લગતા વિવિધ કામો પણ ચાલુ છે.  આ જ ક્રમમાં મોરબી સ્ટેશન પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન સાંસદ  વિનોદ ચાવડા દ્વારા વીડિયો લીંમ દ્વારા કરાયું હતું. રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર  પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે,મોરબી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ નું  નવિનીકરણ કરવામાં આવ્યું છે અને તેની ઉંચાઇ પણ વધારી દેવામાં આવી છે જેથી લાંબા અંતરની ટ્રેન મુસાફરી કરતા મુસાફરો, ખાસ કરીને વિકલાંગો, વૃદ્ધો, મહિલાઓ અને બીમાર મુસાફરો ને ટ્રેનમાં ચડવા ઉતરવામાં કોઇ તકલીફ પડે નહિ.  પ્લેટફોર્મ નંબર ૧ ની ઉંચાઇ હાઇ લેવલની સ્તરે કરવામાં આવી છે અને તેની લંબાઈ ૩૯૧ મીટરથી વધારીને ૫૩૩ મીટર કરવામાં આવી છે.  આ નવા બાંધકામ કામની કુલ કિંમત આશરે ૬૮ લાખ રૂપિયા છે.  આ પ્રસંગે કચ્છના  સંસદ સભ્ય  વિનોદ ચાવડાએ ખુશી વ્યક્ત કરતા રેલ્વેનો આભાર માન્યો અને કહ્યું કે આ બાંધકામથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભિનવ જેફે કાર્યક્રમમાં તેમની  ઉપસ્થિતિ માટે  સાંસદનો આભાર માન્યો હતો.  આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રાજકોટ વિભાગના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.