Abtak Media Google News

આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાનકાર્ડ અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. નાણાં મંત્રાલયે આધાર કાર્ડને ઓનલાઈન પાન કાર્ડ સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નિશ્ચિત કરવામાં આવી હતી ત્યારે સરકારે છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી છે. આ મુદ્દે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નિર્મલા સીતારામનને રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખતા મુદ્દત વધારવામાં આવી છે.

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવાની આખરી મુદત તા.૩૧ માર્ચ આપવામાં આવી હતી, પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ બન્નેની વિગતો એક સરખી હોય તો જ લીંકઅપ થઈ શકે, જે સુધારવામાં સમય લાગતો હોય અને તે માટે મર્યાદીત સેન્ટરો ઉપર લોકોનો ઘસારો રહેતો હોવાથી નાગરિકોને મુશ્કેલી પડતી હોઈ છે અને મદત વધારવાની જરૂરત હોવાની ખૂબ રજુઆતો મળતા સાંસદ પૂનમ બેન માડમ લોકોની વહારે આવ્યા હતા.

પ્રજાલક્ષી કાર્યો માટે હંમેશા જાગૃત અને સફળ રજુઆત કરનારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સિતારામનને આ પ્રક્રિયાની મુદત વધે તે ખૂબ જરૂરી હોવાની ભારપૂર્વકની રજુઆત કરી હતી, જે સંદર્ભે નાણામંત્રીએ રજુઆતની સમગ્ર વિગતો અંગે ગંભીરતા દાખવી, આ લીંકઅપની મુદત ૩૦ જૂન સુધી વધારી આપી છે. જે અંગે સંસદસભ્ય પૂનમબેન માડમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારામનનો આભાર વ્યકતકર્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.