સાંસદ રમેશ ધડુકના ભાઇ મનસુખભાઇની ઉત્તમ સેવા, ચરખડી નજીક બાલાજી નર્સિગ કોલેજમાં ઓક્સિજન સાથે 30 બેડની હોસ્પિટલનો કર્યો પ્રારંભ

0
29

વિરપુર-ગોંડલ હાઇવે ઉપર ચરખડીના પાટીયા પાસે આવેલ બાલાજી નસિંગ કોલેજ દ્વારા કોરોના કેર સેન્ટરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંસદ રમેશ ધડુકના નાનાભાઇ મનસુખભાઇ ધડુક દ્વારા હાલ કોરોનાની મહામારીને ઘ્યાનમાં લઇ બાલાજી નસિંગ કોલેજમાં 30 બેડની ઓકસિજન સુવિધા સાથે કોરોના કેર સેન્ટરમાં દર્દીઓ તેમજ દર્દીના સગાસ્નેહીજનોને રહેવા અને જમવાની સગવડ વિનામૂલ્યે આપવામાં આવશે હાલ ઓકસીજન મહામારને કારણે હાલમાં 30 બેડ શરુ કરવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે તેમ ગોંડલ શહેર ભાજપના ઉપપ્રમુખ કિશોરભાઇ ધડુકની યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here