Abtak Media Google News

એમઆરપી સહિતના નવા માપદંડનો ૧લી જાન્યુઆરીથી અમલ: ગરીબ દર્દીઓને મોટી રાહત

મેડીકલ ઉપકરણો કે જેને ‘ડ્રગ્સ’ના ‚પમાં ઘોષિત કરવામાં આવ્યા છે જેમકે, સ્ટેન્ટ, વાલ્વ, ઓર્થોપેડીક ઈમ્પ્લાન્ટસ, સિરિન્જ અને ઓપરેશન માટે સાધનોની હવે એસઆરપી (મેકિસમમ રીટેલ પ્રાઈસ) અને તે વિશે ઉત્પાદીત અને આયાત સહિતની માહિતી આપવી પડશે આ ઉપરાંત તે અંગે ફરિયાદો નોંધાવવા હેલ્પલાઈન નંબરનો પણ ઉલ્લેખ કરવો પડશે.

આ નવા નિયમો ૧લી જાન્યુઆરીથી લાગુ થશે ઈ-કોમર્સ કંપનીઓ માટે ઉત્પાદનો પર એમઆરપીનો ઉલ્લેખ કરવાનું ફરજીયાત કરશે. જેનો મુખ્ય ઉદેશ ગ્રાહકો માટે રહેલી અસ્પષ્ટતાને ખત્મ કરવાનો છે. ચિકિત્સા ઉપકરણોની કિંમતોના કેપીંગ બાદ પણ ઘણી કંપનીઓ તેના દર દેખાડતી ન હતી. આ નવા નિયમો ખાસ કરીને ગરીબ દર્દીઓને મોટી રાહત તરીકે સાબીત થશે. કંપનીઓએ આ મેટ્રોલોજી નિયમો અંતર્ગત તમામ નિર્દેશોનું ફરજીયાત પણે પાલન કરવું પડશે તેમ ક્ધઝયુમર અફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતુ.

સ્ટેન્ટ, વાલ્વ, સિરિન્જ સહિત અન્ય ઉપકરણો પર એમઆરપી જાહેર કરવાથી દર્દીઓ સાચી કિંમત જાણી શકશે અને કંપનીઓની છેતરપીંડીથી બચી શકશે સરકારનાં આ પ્રકારનાં નિર્ણયથી સામાન્ય લોકોને ફાયદો થશે. આજે દર્દીઓ સ્ટેન્ટ, વાલ્વ વગેરેની સાચી કિમંતથી અજાણ છે. પરંતુ ૧લી જાન્યુઆરીથી નવા માપદંડના અમલથી દર્દીઓને સાચી કિંમત સહિતની તમામ માહિતી પ્રાપ્ત થશે.

અગાઉ, બધા ચિકિત્સા ઉપકરણોને લીગલ મેટ્રોલોજી કોમોડીટી નિયમો હેઠળ આવરી લેવાતા હતા પરંતુ વર્ષ ૧૯૯૫માં તેમાથી અમુક દવાઓનાં ‚પમાં જાહેર થયા આથી તેની એમઆરપી છાપવાનું બંધ થઈ ગયું હતુ આ નિયમોમાં બદલાવના પ્રસ્તાવ માટે એક સમિતિએ એમઆરપી શાસન હેઠળ પાછા લાવવા અપીલ કરી હતી જેના આધારે નિર્ણય લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.