Abtak Media Google News

ટિમ ઈન્ડિયના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સમયે પોતાની બલ્લેબાજીથી લગાતાર કમાલ કરી રહ્યા છે. શ્રીલંકાના વિરુદ્ધ વનડે સિરીજનું સહનદાર પરફોમન્સ તેમણે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ પણ ચાલુ રાખ્યું. મેચમાં તેમણે 79 રનની શાનદાર પારી રમી. તેમણે હાર્દિક પંડ્યા(83) અને ભુવનેશ્વર કુમાર(32) સાથે મળીને 50 ઓવરમાં 281 રનનો સ્કોર બનાવ્યો હતો. આ મેચ દરમ્યાન તેમણે એક બીજી ઉપલબ્ધિ પોતાના નામે કરી ગઇકાલે મેચમાં 76 રનોની પારી દરમ્યાન ધોનીએ ઇન્ટરનેશનલ મેચોમાં અર્ધશતકો નું શતક પૂરું કરી આ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ધોના ઉપલબ્ધિ હાશીલ કરનારા ચોથા ભારતીય બલ્લેબાજ છે. આ પેહલા આ ઉપલબ્ધિ હાસિલ કરવામાં સચિન, સૌરવ અન રાહુલનું નામ સામેલ છે. ધોનાએ 302ના વનડે અંતરરાષ્ટ્રીય મેચમાં તેમનું આ 66નું અર્ધશતક છે. વનડે મેચોમાં ધોનીએ 9737 રણો પોતાના નામે કર્યા છે.

વનડેમાં ધોનીએ પોતાનું 66મુ અર્ધશતક બનાવ્યું. આ ઉપરાંત ટેસ્ટ મેચોમાં તેમણે 33 અર્ધશતક અને ટી-20માં એક અર્ધશતક બનાવ્યું છે. દર્શકોએ પણ ધોની ની આ ઉપલબ્ધિને ઘણી સાહારી છે.

ધોની ટેસ્ટ ક્રિકેટ મેચ માથી સન્યાસ લઈ ચૂક્યા છે. 90 ટેસ્ટ મેચમાં તેમના નામે 38.09ની ઓસત થી 4876 રન કર્યા છે. જેમાં 6 શતક અને 33 અર્ધશતક શામિલ છે. ધોનીએ અત્યાર સુધી 78 ટી-20 મેચો રમી છે. જેમાં 35.64ની ઓસતથી 1212 રન બનાવ્યા છે. ધોનીએ હાલમાં જ શ્રીલંકા ની વિરુદ્ધ વનડે સીરિઝ દરમાયન ઇન્ટરનેશનલ મેચોમાં 100 સ્ટંપિંગ પૂરી કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સ્ટંપિંગ પૂરા કરવાવાળા દુનિયાના પેહલા વિકેટકીપર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.