બહુ થયું!: મીડિયા ટ્રાયલ ઉપર તાત્કાલીક પગલાં લઈ અંકુશ મુકવા સુપ્રીમ સજ્જ!!!

ન્યાયાધીશો પર વ્યક્તિગત હુમલા માટે ઉપયોગમાં લેવાતા સોશિયલ અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે: જસ્ટિસ જે. બી. પારડીવાલા

જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ભારતને સંપૂર્ણ પરિપક્વ અથવા તો પરિપકવ  લોકશાહી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહી. સોશ્યલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે કાયદાકીય અને બંધારણીય મુદ્દાઓનું રાજકારણ કરવા માટે કરવામાં આવે છે.

જસ્ટિસ પારડીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બંધારણ હેઠળ કાયદાનું શાસન જાળવી રાખવા માટે દેશભરમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાનું નિયમન કરવાની જરૂર છે. ન્યાયાધીશો પર તેમના નિર્ણયો માટેના હુમલાઓ એક ખતરનાક દૃશ્ય તરફ દોરી રહ્યા છે જ્યાં કાયદો ખરેખર શું કહે છે તેના કરતા જજોએ મીડિયા શું કહે છે તે વિચારવું પડતું હોય છે.

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જેબી પારડીવાલાએ રવિવારે કહ્યું કે મીડિયા લક્ષ્મણ રેખાને ઓળંગી રહી છે અને એટલા માટે સંસદને ડિજિટલ અને સોશિયલ મીડિયા માટે સામૂહિક કાયદા પર વિચાર કરવો જોઇએ.

જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ડિજિટલ મીડિયા ટ્રાયલના કારણે ન્યાય વ્યવસ્થાની પ્રક્રિયામાં અનુચિત હસ્તક્ષેપ હોય છે. તેમણે તેના ઘણા ઉદારણ બતાવ્યા. જસ્ટિસ પારડીવાલા સુપ્રીમ કોર્ટની તે અવકાશ પીઠનો હિસ્સો હતો, જેણે પૈગંબર મોહમંદ પર વિવાદિત ટિપ્પણી કરનાર પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માને ફટકાર લગાવી હતી.

ભારતના સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પારડીવાલે કહ્યું કે ડિજિટલ અને સોશિયલ મીડિયાના વિનિયમન વિશેષ રૂપથી સંવેદનશીલ વિચારધીન કેસના સંદર્ભમાં જરૂરી છે. આ સંબંધમાં ઉપયુક્ત વિધાયી અને નિયામક જોગવાઇને રજૂ કરવા સંસદ દ્વારા વિચાર કરવો જોઇએ. તેમણે કહ્યું કે ટ્રાયલ અનિવાર્ય રૂપથી કોર્ટ દ્રાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે. ડિજિટલ મીડિયા દ્વારા કરવામાં આવનર ટ્રાય્લા ન્યાય પ્રક્રિયામાં એક અયોગ્ય હસ્તક્ષેપ છે. આમ કરવામાં મીડિયા ઘણી વાર લક્ષણ રેખાનું ઉલ્લંઘન કરે છે.

જસ્ટીસ પારડીવાલે કહ્યું કે અડધા અધૂરા સત્યને સામે રાખનાર અને ન્યાયિક પ્રક્રિયા પર બારીક નજર રાખનાર લોકોનો એક વર્ગ કાનૂનના શાસનના માધ્યમથી ન્યાય આપવાની પ્રક્રિયા માટે એક વાસ્તવિક પડકાર બની ગયો છે. આજકાલ સોશિયલ અને ડિજિટલ મીડિયા પર જજોના નિર્ણય પર રચનાત્મક મૂલ્યાંકનના બદલે તેમના વિરૂદ્ધ વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવામાં આવઈ રહ્યા છે.

જસ્ટિસ પારડીવાલાએક અહ્યું કે હજુ પણ એક પૂર્ણ અને પરિપક્વ લોકતંત્રના રૂપમાં વર્ગીકૃત કરી ન શકાય. અહીં કાનૂની અને સંવૈધાનિક મુદ્દાને રાજકારણ કરવા માટે સોશિયલ અને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

ટિવટ્રે ‘બગડી’ ગયેલા 46 હજાર ખાતાઓ મે મહિનામાં બંધ કર્યા!!!

ટ્વિટરે તેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ મે મહિનામાં ભારતીય વપરાશકર્તાઓના 46,000 થી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે રવિવારે તેના માસિક અનુપાલન અહેવાલમાં આ બાબતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટરે બાળ યૌન શોષણ, બિન-સહમતિ વિનાની નગ્નતા અને સમાન સામગ્રી માટે 43,656 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે 2870 એકાઉન્ટ્સ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મને ભારતમાં 26 એપ્રિલ, 2022 અને

મે 25 મે 2022 ની વચ્ચે તેની સ્થાનિક ફરિયાદ પદ્ધતિ દ્વારા 1698 ફરિયાદો મળી હતી. આમાં ઓનલાઈન દુરુપયોગ/સતામણી (1366), દ્વેષપૂર્ણ આચરણ (111), ખોટી માહિતી અને

હેરફેર (36), સંવેદનશીલ પુખ્ત સામગ્રી (28), ઢોંગ (25) સંબંધિત ફરિયાદોનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મે આ સમયગાળા દરમિયાન 1621 યુનિફોર્મ રિસોર્સ લોકેટર (યુઆરએલ) સામે પણ પગલાં લીધા હતા, જેમાં ઓનલાઈન હેરેસમેન્ટ (1077), દ્વેષપૂર્ણ આચરણ (362) અને સંવેદનશીલ પુખ્ત સામગ્રી (154) સંબંધિત ધોરણોનું ઉલ્લંઘન કરતા યુઆએલનો સમાવેશ થાય છે.