Abtak Media Google News

છેેલ્લા ચાર મહિના દરમિયાન ઇ-ફાઇલોમાં છ ગણો અને ડિજિટલ પ્રાપ્તિઓની સંખ્યામાં નવ ગણો વધારો

રેલવેના વપરાશકર્તાને સિસ્ટમના ઉપયોગમાં મદદરૂપ બનવા હેલ્થ ડેસ્ક શરૂ

લોકડાઉન અને ઓફીસોમાં માનવીય અને ભૌતિક સંપર્કોને ઘટાડવાના પ્રયત્નોને મેન્યુઅલ  ફાઇલીંગ સિસ્ટમ સિવાય પશ્ચિમ રેલવે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગને બખુબી રીતે આગળ વધારી છે. રેલટેલ દ્વારા ક્રિયાન્વિત એનઆઇસી ઇ ઓફીસ પ્લેટફોર્મ પર પશ્ચિમ રેલવેના દરેક કાર્યાલયો (મુખ્યાલય તથા ૬ ડિવિઝનો) ની ડિજિટલ ફાઇલોની સંખ્યામાં છેલ્લા ૪ મહિના (એપિલ-જુલાઇઇ ૨૦૨૦) ના દરમ્યાન લગયભગ ૬ ગણો વધારો થયો છે. લોકડાઉન પૂર્વે પશ્ર્ચિમ રેલવે દ્વારા સર્જન ઇ ફાઇલોની સંખ્યા ૧૦,૪૬૨ હતી અને ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં પશ્ચિમ રેલવે કાર્યાલયોએ ઇ ઓફીસ પ્લેટ ફોર્મમાં ૬૧,૪૧૮ ડિજિટલ ફાઇલો સર્જન કરી છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવેના વપરાશકર્તાઓ દ્વારા જનરેટ થયેલ ઇ પ્રાપ્તિઓની સંખ્યામાં પણ નવ ગણો વધારો થયો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રેલવે મંત્રાલય હેઠળના એક મીની રત્ન પીએસયુ રેલટેલ, ભારતીય રેલવે માટે એનઆઇસી ઇ ઓફીસને તબકકા વાર રીતે અમલીકરણ કરી રહ્યું છે. પશ્ચિમ રેલવેના મુખ્યાલય અને તમામ ૬ ડિવિઝનોમાં ઇ ઓફીસના અમલીકરણનું કામ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થયું હતું. વર્તમાનમાં ભારતીય સંસ્થાઓ વગેરેના ૧,૦૪,૩૩૨ વપરાશકર્તાઓ છ અને ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૬,૫૫,૭૪૮ ઇ રસીદો અને ૫,૪૭,૬૮૧ ઇ ફાઇલો ઉત્પન્ન થઇ છે. ડીઝીટલ ફાઇલીંગના ઝડપી ઉપયોગ સાથે પશ્ચિમ રેલવે પેપરલેસ ઓફીસર સંસ્કૃતિને અપનાવવા માટે ફાસ્ટ ટ્રેક પર છે જે પરિચાલન ખર્ચમાં બચાવ કરશે જ પરંતુ કાર્બન ફુટ પ્રિન્ટને પણ ઘટાડશે.

ઠાકુરે ઘ્યાન દોર્યુ હતું કે ઇ-ઓફીસની ઉપલબ્ધતાને કારણે પશ્ર્ચિમ રેલવેમાં મોટાભાગનું ફાઇલ કાર્ય હવે ઓફીસોમાં ભૌતિક હાજરી વિના સરળતાથી ચાલુ રહી શકે છે.

રેલવે દ્વારા કોઇપણ મુશ્કેલીની પરિસ્થિતિમાં રેલવેના કોઇપણ વપરાશકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે હેલ્પ ડેસ્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એનઆઇસી ઇ ઓફીસ એ કલાઉડ સક્ષમ સોફટફટવેર છે જે રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઇસી) દ્વારા વિકસિત એક કલાઉડ સક્ષમ સોફટવેર છે.

રેલટેક ભારતીય રેલવે માટે પરિચાલનના આધુનિકરણ અને નેટવર્ક સિસ્ટમના પ્રકાશનના સિવાય દેશના દરેક ભાગોના રાષ્ટ્ર વ્યાપી બ્રોડબેન્ડ ટેલીકોમ અને મલ્ટીમીડીયા નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં સૌથી આગળ છે. તેના પેન ઇન્ડીયા ઉચ્ચ ક્ષમતાવાળા નેટવર્ક સાથે રેલટેલ વિવિધ મોરચા પર એક નોલેજ સોસાયટી બનાવવાની દિશા તરફ કામ કરી રહી છે અને ટેલીકોમ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા વિવિધ મિશન મોડ પ્રોજેકટસના અમલીકરણ માટે તેની પસંદગી કરવામાં આવી છે. રેલટેલ એમપીએઇએસ, વીપીએન, ટેલી. પ્રિજેંસ, લીઝડ  લાઇન, ટાવર કો. લોકેશન ડેટા સેન્ટર સેવાઓ વગેરે જેવી સેવાઓનો સમુહ પ્રદાન કરે છે. રેલટેલ મુખ્ય સ્ટેશનો પર જાહેર વાઇફાઇ પ્રદાન કરીને રેલવે સ્ટેશનને ડિઝીટલ હબમાં રૂપાંતરીત કરવા માટે અગ્રણી છે. વર્તમાનમાં ૫૬૮૫ થી વધુ સ્ટેશનો રેલટેલ ના રેલવાયર વાઇ ફાઇડથી સજજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.