Abtak Media Google News

મુંબઈના ઈશાન કીશાન અને સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી પંજાબના બોલરોને ધૂળચાટતા કર્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મોહાલી ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબને બીજી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઓપનર પ્રભસિમરન નવ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કેપ્ટન શિખર ધવન તથા મેથ્યુ શોર્ટે બાજી સંભાળી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવને 20 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 30 રન ફટકાર્યા હતા જ્યારે મેથ્યુ શોર્ટે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, પંજાબની બેટિંગનું મુખ્ય આકર્ષણ લિયામ લિવિંગસ્ટોન અને વિકેટકીપર બેટર જિતેશ શર્માની તોફાની બેટિંગ રહી હતી. અને ટીમને 214 રન સુધી પહોંચાડી હતી. સમય એવું લાગતું હતું કે પંજાબ મુંબઈને માત આપશે પરંતુ સંપૂર્ણ વિકટ બની હતી.

મુંબઈ ઈન્ડિયન્સ સામે 215 રનનો જંગી લક્ષ્યાંક હતો અને તેને પાર પાડવા ઉતરેલી મુંબઈની ટીમે ત્રીજા જ બોલ પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે, બાદમાં ઈશાન કિશને જવાબદારી સંભાળી હતી અને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. શરૂઆતમાં તેને કેમેરોન ગ્રીનનો સાથ મળ્યો હતો. આ જોડીએ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રીન 18 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કિશને સૂર્યકુમાર યાદવ સાથે મળીને આક્રમણ શરૂ કર્યું હતું. આ જોડીએ 116 રનની મેચ વિનિંગ ભાગીદારી નોંધાવી હતી. ક્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની મુંબઈ ઈન્ડિયન્સને દબદબો જાળી રાખ્યો છે અને તેને સતત બીજા 200 રન ઉપરના સ્કોરને ચેઝ કરી મેચ જીતી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.