રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત શહેર

mumbai | traffic
mumbai | traffic

મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સર્વે કરીને તૈયાર કર્યો ઈન્ડેકસ

રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત શહેર છે. જી હા, ટ્રાફીક કંટ્રોલ અને મોટર કાયદાના પાલન મામલે મુંબઈ સીટી દેશમાં નંબર વન છે. જો કે, એ અલગ બાબત છે કે ફૂટપાથ પર રાતના સમયે સૂતેલા લોકો બિચારા હીટ એન્ડ રનનો ભોગ મુંબઈ દિલ્હી જેવા મેટ્રો સીટીમાં જ બનતા હોય છે.

અત્રે નોંધનીય છે કે બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પર ફૂટપાથ પર રાતના સમયે સુતેલા બેકરી કર્મચારીઓ પર દારૂના નશા કાર ચઢાવી (હીટ એન્ડ રન) દેવાનો આરોપ મૂકાયો હતો પરંતુ મા‚તી સુઝુકીએ જારી કરેલા એક ઈન્ડેક્ષ મુજબ રાહદારીઓ માટે મુંબઈ જ સૌથી સલામત શહેર છે.

મા‚તી સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ઈન્ડેકસ રીપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત સીટી છે. તેમ કલકતા રોડ લાઈટીંગ અને મેનટેનન્સ માટે બેસ્ટ છે. જયારે ચેન્નઈ ઈમરજન્સી સર્વિસ માટે બેસ્ટ છે. આ સિવાય અમદાવાદ ચોખ્ખા ચણાક રોડ માટે જાણીતું છે. દિલ્હી બેસ્ટ કનેકટીવીટી એન્ડ રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર બેંગલોર બેસ્ટ રોડ સેફટી અને પુના બેસ્ટ પોલ્યુશન કંટ્રોલ મામલે બેસ્ટ છે. મા‚તી સુઝુકીના માર્કેટીંગ એન્ડ સેલ્સના એકિઝકયુટીવ ડાયરેકટર આર.એસ. કાલ્સીએ જણાવ્યું કે રોડ સેફટીને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ અપાયું છે. આ ઈન્ડેકસ સર્વે કરીને તૈયાર કરાયો છે. આશા છે કે આ સર્વે સરકારી વિભાગને અન્ય શહેરોની રોડ સેફટી ઈમ્પ્રુવ કરવામાં મ લાગશે.