જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ મધ્યે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા દિક્ષા મહોત્સવનું આજે જાજરમાન સમાપન થયું છે. મુમુક્ષ હંસાબેન મહેતાનું ‘હેતરસા’ અને મુમુક્ષ ચાંદની દોશીનું નામકરણ ‘દેવર્ષિતા’ થયું છે. આજે પૂ.કલ્પજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તથા પૂ.યશોવિજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં દિક્ષા અંગીકાર કરી છે. આજે દિક્ષા મહોત્સવના અંતિમ દિવસે સવારે ભવ્યાતિભવ્ય સામૈયા, શુભ મુહૂર્તે દિક્ષા વિધી તેમજ બપોરે સધાર્મિક ભક્તિ યોજાઈ હતી.હજારો જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિક્ષાર્થીઓએ દિક્ષા અંગીકાર કરી છે. મહોત્સવના લાભાર્થી જામભાણવડ નિવાસી મહેતા પરિવાર અને લતીપુર નિવાસી દોશી પરિવાર હતા. સંસારના સ્વાર્થમય સંબંધોથી અકળાઈ ડગલેને પગલે હિંસાના તાડવ નૃત્ય કરી રહ્યાં છે.
એવા બિહામણા સંસારથી ભયભીત બની નશ્વ પદાર્થના શ્રણીક સુખમાં આશકત ન બનતા શાશ્વ સુખના ભોક્તા બનવા જેઓના હૃદયમાં વર્ષોથી ધરબાયેલી ‘સંયમ કયારે મળશે’ની અદમ્ય ભાવના સાથે ઉત્સુક બનેલા હંસાબેન મહેતા અને ચાંદની દોશીએ આજે સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
મુમુક્ષ હંસાબેન બન્યા હેતરસાશ્રીજી મ.સ., ચાંદનીબેન બન્યા દેવર્ષિતાશ્રીજી મ.સ.
By Abtak Media1 Min Read
Previous Articleરાજકોટના એનસીસી કેડેટ્સની રાજપથ પરેડમાં પસંદગી
Related Posts
Add A Comment