- શહેરમાં ત્રણેય ઝોનમાં ફોગિંગ કરાવવા પણ સંબંધિત અધિકારીને સૂચના અપાય: રામનાથ5રાના પુલ પાસે મ્યુનિ. કમિશનરની સ્થળ મુલાકાતમાં મેયર નયનાબેન પેઢડીયા પણ જોડાયા
આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉ5દ્રવ રહે છે. મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ5દ્રવની ફરિયાદ વધુ રહે છે. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ મચ્છર ન્યુસન્સ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આરોગ્ય શાખા મારફત ફોગિંગની કામગીરી કરાવી છે. સાથોસાથ આજી નદીની રૂબરૂ મુલાકાત દરમિયાન કમિશનરએ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂરી સૂચના પણ આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલનગર માઘા5ર પાસે આવેલા બેડી ચોકડીવાળા મોરબી હાઇવેના પુલ પાસેના વિસ્તારમાં મુલાકાત કરવામાં આવેલ. જેમાં નાયબ કમિશનર મહેશ જાની, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અઘિકારી, પર્યાવરણ ઇજનેર, બાયોલોજીસ્ટ, નાયબ 5ર્યાવરણ ઇજનેર તથા અન્ય સ્ટાફ 5ણ જોડાયા હતા.
જીલ્લા પંચાયત – આરોગ્ય શાખાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ફાઇટરની ફાળવણી કરાય છે. જીલ્લા પંચાયત દ્વારા ફાયર ફાઇટર દ્વારા બેડી ગામ માર્કેટિંગ યાર્ડ પાછળ નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. જ્યારે રેલનગર પાછળ પોપટપરાના નાલા પાસે પણ ફાયર ફાઇટર દ્વારા આજી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે.
શહેરમાં ત્રણેય ઝોનમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાવવા કમિશનરએ આરોગ્ય શાખાને આપેલી સૂચના અનુસાર હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પુખ્ત મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા નદીમાં દવા છંટકાવ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રામનાથ5રાના પુલ પાસેની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા પણ જોડાયા હતા. સ્થળ મુલાકાત દરમ્યાન નદીમાં આવતા ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન બંઘ કરાવવા સંબંઘિત વિભાગને સૂચના આ5વામાં આવેલ છે તથા નદીમાંથી સોલિડ વેસ્ટ તથા બાંઘકામ વેસ્ટનો નિકાલ કરી સ્થગિત પાણીનો પ્રવાહ ચાલુ કરાવવા સંબંઘિત વિભાગને સુચના આ5વામાં આવેલ છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડ નં.3માં પો5ટ5રાના નાલા પાસે વોકળા સફાઇ માટે વોકળાગેંગને વોકળા સફાઇ કર્યા બાદ રબીશ તથા કચરાનો તરત જ યોગ્ય સ્થળે નિકાલ કરાવવો તથા રેલનગર ખાતે સાઘુવાસવાણી કુંજ રોડ 5ર જરૂરી સફાઇ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અઘિકારીને સુચનો આપ્યા છે.