Abtak Media Google News

શહેરમાં કોરોનાના રોકવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલા લેવાઇ રહ્યા છે તકેદારી રાખવાની સુચના છતાં લોકો બેદરકાર બની નિયમો પાળતા નથી. ખાસ કરીને માસ્ક પહેર્યા વિના બહાર નીકળવાની મનાઇ છે છતાં કેટલાય લોકો માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા જોવા મળે છે. લોકોની બેદરકારી બીજાને અસર ન કરે એ માટે મ્યુનિ. કમિશ્નર જાતે જ ગેસ્ફોર્ડ ટોકીઝ નજીક રોડ પર ઉતર્યા હતા અને માસ્ક પહેર્યા વિના નીકળેલા કે આંટા ફેરા કરનારાઓનો વ્યકિત દીઠ રૂા ૨૦૦-૨૦૦ દંડ સ્થળ પર જ વસુલ કર્યો હતો. જો મ્યુનિ. કમિશ્નર જાતે જ રોડ ઉપર કડક બનતા હોય તો લોકોએ પણ સાવચેતી બની કોરોનાને રોકવા તંત્રને સહયોગ આપવો જોઇએ કે નહીં?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.