જામનગરને સ્માર્ટ બનાવવા મ્યુનિ.કમિશનરે કમર કસી

મહાનગરપાલિકાના બહારના વિસ્તારોમાં સફાઈ મુદ્દે કમિશ્નર વિજય ખરાડીએ ખાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરના બહારના વિસ્તારને સારી સુવિધા મળી રહે તે માટે અધિકારીઓને સૂચના આપી અને જરૂરી વ્યવસ્થા કરવા માટે આદેશ પણ કર્યા હતા.કમિશ્નર વિજય ખરાડીએ શહેરમાં ભુજીયા કોઠાનું નવીનીકરણ થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું હતું.

સાથે-સાથે સૌરાષ્ટ્રનો પ્રથમ મોટો 3.5 કિ.મી ફ્લાય ઓવર બ્રિજ ની સાઈટ વિઝીટ કરી જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં તેમજ કામગીરીનું નિરિક્ષણ કર્યું અને મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને શહેરના તમામ વિસ્તારોમાં નિરીક્ષણ કરી સાથે રાખ્યાં અધિકારીઓને પણ કામગીરી કસરત કરાવી હતી.

શહેરમાં હાલ લોકોને હરવા ફરવા માટે ના સ્થળ રણમલ તળાવ, લાખોટા મ્યુઝિયમ પાર્ક તથા જામ રણજીતસિંહ પાર્ક છે. એવી જ રીતે રોડ બ્યુટીફીકેશન કરીને વધારાની એક સાઇટ ડેવલપ કરવાના હેતુસર વાલસુરા રોડ ઉપર પોલીટેકનીકલ કોલેજ રેલવે ફાટક પછી રોડની બાજુએ સાયકલ ટ્રેક જરૂરી ગજેબો, ટોયલેટ બ્લોક તથા ફલાવરરીંગ, ગાર્ડનિંગ, લાઇટીંગ વિગેરે સુવિધા ડેવલોપ કરી રોઝીપોર્ટ સુધીના રોડને નેકલેસ રોડ નામ આપવા ઇન્ડિયન નેવીની પ્રપોઝલ હોઈ જેના પ્રારંભિક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાઈટ કરવામાં આવી હતી. કમિશ્નર વિજય ખરાડી દ્વારા મહાનગરપાલિકાની હદનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જેમાં ઉતરે માધાપર ભૂંગાથી શરૂ કરી દક્ષિણે રણજીત સાગર ડેમ બ્રીજ સુધી, પૂર્વે રાજકોટ રોડ તથા પશ્ચિમે લહેર તળાવનો સમાવેશ થાય છે. ઉપરાંત હાપા નાઇટ સેલ્ટરની મુલાકાત પણ લીધી હતી અને ઘર વિહોણા લોકોને તેનો લાભ વધુંમા વધુ કઇ રીતે થાય તે બાબતે જરૂરી સૂચના આપી કમિશ્નર વિજય ખરાડી દ્વારા સેલ્ટરમા રહેતા લોકોને પણ સાંભળ્યા હતા. આ મુલાકાત દરમિયાન આસી. કમિશનર ડો ભાર્ગવ ડાંગર સિટી એન્જિનિયર શૈલેષ જોશી જોડાયા હતા.

કમિશ્નર વિજય ખરાડી તથા સીટી ઇજનેર એસ.એસ.જોશી દ્વારા હાપા શેલટર હોમની મુલાકાત લેવામા આવી હતી. કમિશ્નર વિજય ખરાડી દ્વારા મુખ્ય પ્રવેશદ્વાર પર કલરફુલ બોર્ડ તથા હોમની આંતરિક દિવાલમા સુશોભિત ફોટો ફ્રેમ લગાવવા તથા હોમની અંદર તથા બહાર કેમ્પસ નીટક્લીન જાળવી રાખવા સૂચનાઓ આપી એ મુજબ તરત જ કામગીરી શરૂ કરવામા આવશે. DAY- NULMયોજના અંતર્ગત સો ટકા ગ્રાંટ આધારિત ધરવિહોણા શ્રમિકોના આશ્રય માટેના હાપામા આવેલા શેલટર હોમની કમિશ્નર વિજય ખરાડી તથા સીટી ઇજનેર એસ.એસ.જોશી દ્વારા મુલાકાત લેવામા આવી હતી.

કમિશનર વિજય ખરાડી દ્વારા મુખ્ય પ્રવેશદ્વાર પર કલરફુલ બોર્ડ તથા હોમની આંતરિક દિવાલમા સુશોભિત ફોટો ફ્રેમ લગાવવા તથા હોમની અંદર તથા બહાર કેમ્પસ નીટ એન્ડ ક્લીન જાળવી રાખવા સૂચનાઓ આપી એ મુજબ તરત જ કામગીરી શરૂ કરવામા આવશે. આ શેલટર હોમમા માર્ચ 2020થી 50થી 60 લોકો આશ્રય લઇ રહ્યા છે. તેઓને બે વખત જમવાનુ વિનામૂલ્યે જલારામ મંદિર સેવા ટ્રસ્ટ તરફથી મળે છે. તથા મહાનગરપાલિકા તરફથી રહેવાની ચા- નાસ્તો પીવાનુ પાણી ન્હાવા માટે ગરમ પાણી તથા બેડશીટની સુવિધા વિનામૂલ્યે આપવામા આવે છે.

મુખ્ય માર્ગો પર ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા; અકસ્માતની ભીતિ

રાજમાર્ગો ઉપર ભાંગેલા ભુગર્ભ ગટરના ઢાંકણા મોતનું મોં ફાડીને ઊભા હોવા છતાં તંત્ર દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી નથી આથી વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. સાત રસ્તાથી અંબર ચોકડીના રસ્તે ઉપરાંત જકાતનાકાથી સાંઢિયા પુલ તરફ જવાના રસ્તા ઉપર દરરોજ હજારો વાહન ચાલકોનું આવાગમન રહેતુ હોય છે. સાત ટ્રાફિકથી ધમધમતા આ મેઇન રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા નબળા હોય ઉપરાંત જાળવણીના અભાવે હાલ તૂંટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

જ્યારે અમુક સ્થળેથી તો ઢાંકણા ગાયબ હોય તેવી સ્થિતિ છે. વધુમાં તંત્રની બેદરકારીના પાયે અમુક જગ્યાએ ઢાંકણા રોડના લેવલથી નીચે અથવા ઉપર લગાવેલ હોવાથી પણ અકસ્માતનો ભય રહે છે. મહાનગરપાલિકામાં પાંચ આંકડાનો પગાર કટકટાવતા આળસુ અધિકારીઓ નૈતિકતા દાખવી આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક રિપેરીંગ કરાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.