મહાનગરપાલિકા રેલવેની મિલકતના જ મુળ રકમ 3પ કરોડ અને તેનું વ્યાજ રૂ. 116 કરોડની રકમનો સમાવેશ
જામનગર મહાનગર પાલિકાના અંદાજપત્રમાં દર્શાવાયા મુજબ શહેરના 19 વોર્ડ ના આસામીઓ પાસે થી રૂ. પ4ર કરોડ ની રકમ લેણી નીકળે છે, જો કે તેમાં રેલવેની મોટી રકમ નો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય પણ કેટલાક આસામીઓ ની મોટી રકમ બાકી લેણી રહે છે.
જામનગર મહાનગર પાલિકાએ કારપેટ બેઈઝ પદ્ધતિ મુજબ 19 વોર્ડ ના ર,17,81ર આસામીઓ પાસેથી કુલ રૂ. 481 કરોડ 80 લાખ 94,ર97 અને રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબ 737પ આસામીઓ પાસેથી રૂ. 60 કરોડ 84 લાખ 97,પ18 મળી કુલ રૂ. પ4ર કરોડ 6પ લાખ 81 હજાર 81પ ની રકમ લેણી નીકળે છે.
જો કે તેમાંથી રેલવેની મિલકતના જ મુળ રકમ 3પ કરોડ અને તેનું વ્યાજ રૂ. 116 કરોડની રકમનો સમાવેશ થાય છે. ઉપરાંત જી.આઈ.ડી.સી. તથા હાપા વિસ્તારની મોટી રકમનો સમાવેશ થાય છે.