Abtak Media Google News

મોરબી નગરપાલિકા દ્વારા પોતાની જવાબદારી નિભાવતા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરન્તુ મોરબીને સ્વચ્છ રાખવામાં મોરબીના લોકોની પણ એટલી જ જવાબદારી છે પરન્તુ અમુક લોકો પોતાની જવાબદારી ભૂલી ગયા છે.

મોરબી શહેરના રજવાડા સમયના એવા દરબારગઢ વિસ્તારમાં કચરો હોવાની રાવ અનેક વખત ઉઠી છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પણ રોજ આ વિસ્તારમાં સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કચરો કોણ નાખી જાય છે તે ખબર નહોતી પડતી ત્યારે આજે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા અચાનક ચેકીંગ કરીને મોરબીના દરબારગઢ ખાતે છકડો ભરીને કચરો નાખી જતા એક શખ્સને ઝડપયો હતો જેને ઉપપ્રમુખ દ્વારા પૂછવામાં આવતા તેને ‘ઉકરડો સમજીને કચરો નાખ્યો હોવાનું’ જણાવ્યું હતું જોકે જવાબદાર વ્યક્તિ ઉકરડો કરતા લોકોને રોકવાનું કામ કરે પરંતુ આ રીક્ષા ચાલકે ઉકરડો વધારવાનું કામ કર્યું હતું જોકે ઉપપ્રમુખ દ્વારા કાર્યવાહી કરવાની વાત કરતા આ કારુભાઈ નામના શખ્સે વિડિઓ સમક્ષ માફી માંગી હતી.

જોકે આ જ રીતે ઉકરડો સમજીને કચરો નાખવા માંડે તો મોરબી ઉકરડાનું શહેર બની જાય અને દરેક લોકોએ કચરો ફેંકતા અન્ય લોકોને કચરો ફેંકતા રોકવાનું કામ કરવું જોઈએ જેથી મોરબીની જનતાએ પણ પોતાની જવાબદારી સમજવી જરૂરી બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.