Abtak Media Google News

અનિલ-માધુરીની જોડી વધુ એક-વાર પેરી પડદે ધમાલ મચાવશે

બોલીવૂડના મુન્ના-મોહીની (ફિલ્મ-તેજાબ)નું કમ બેક થયું છે. જી હા, અનિલ માધુરીની જોડી વધુ એકવાર ‚પેરી પડદે ‘ધમાલ’ મચાવશે. પ્રોડયુસર-ડાયરેકટર ઈન્દ્ર કુમારની ‘ધમાલ’ ફ્રેન્ચાઈઝની આગામી કડી માટે અનિલ કપુર, માધુરી દિક્ષિતને સાઈન કરી લેવાયા છે.અનિલ કપુરની ફિલ્મ ‘મુબારકા’ હજુ હમણાં જ આપણે જોઈ ચૂકયા છીએ. જયારે માધુરી દિક્ષિત ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ પછી પડદા પર જોવા મળી નથી. એન વે, હવે બન્ને સાથે આવી રહ્યાં છે. એટલે પડદા પર તેમની કેમિસ્ટ્રીનો સુવર્ણકાળ સજીવન થશે તે નક્કી છે.અનિલ-માધુરીની જોડી ઘણા બધાને કોમ્પ્લેકસ આપતી હતી. તેમણે ફિલ્મ ‘હિફાઝથ’ થી શ‚ કરીને વાયા તેજાબ, બેટા, રામ-લખન, કિશન-કનૈયા સહિત ઘણી ફિલ્મોમાં જોડી જમાવી છે. હવે આગામી ફિલ્મ ‘ધમાલ’માં તેઓ કેવી ક કમાલ કરે છે તે જોવાનું રસપ્રદ થઈ પડશે.ઈન્દ્ર કુમાર સાથે અનિલ કપુર અને માધુરી દિક્ષિતનો જૂનો નાતો છે. અનિલ માધુરીએ ઈન્દ્રના ડાયરેકશનવાળી ફિલ્મ ‘બેટા’માં કામ કર્યું હતું જે સુપરડુપર હીટ થઈ હતી. આ ફિલ્મથી જ માધુરીનું નિક નેમ ‘ધક ધક ગર્લ’ પડી ગયું. આ સિવાય માધુરીએ ઈન્દ્ર કુમારના ડાયરેકશન હેઠળ ફિલ્મો ‘દિલ’ (આમીર ખાન) અને ‘રાજા’ (સંજય કપૂર)માં કામ કર્યું હતું. ‘દિલ’ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આટ આટલી ફિલ્મો સાથે કરવા છતાં માધુરી સાથે અનિલનું નામ કદી જોડાયું નથી. કેમ કે-અનિલ એક કહયાગરો કંથ છે. બીવી સુનિતાને વફાદાર છે, ‘વન વૂમન મેન’ છે અનિલ. શાહરુખ ખાન પણ અનિલના પગલે ચાલી રહ્યો છે. તેની આસપાસ ક્ધયાઓ મધમાખીની જેમ મંડરાતી હોવા છતાં મજાલ છે કે કોઈ કૂડી ‘કિંગ ખાનની’ તપસ્યા ભંગ કરી શકે ? સુનિતા અને ગૌરી જેટલી લકી સુઝેન ખાન નથી. ઋતિક રોશનનો પગ લપસ્યો ને કંગના કાંડમાં ઘર ભાંગ્યું.મરાઠી મૂલગી માધુરી દિક્ષિત ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ પછી અમેરીકા સ્થિત એન.આર.આઈ. ડોકટર રામ નેને સાથે પરણી ગઈ. અત્યારે બે દીકરાની મમ્મી માધુરી પરિવાર અને કેરીઅર બંનેનું બેલેન્સ કરીને ચાલે છે.માધુરી અને અનિલની ઉંમર હવે કાંઈ ઝાડ ફરતે ફેરફૂદરડી ફરવાની નથી. છતાં તેઓ પડદા પર પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કરવા સક્ષમ છે. બાય ધ વે, અનિલ કપુર અત્યારે ફિલ્મ “ફન્નેખા’ના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે ઐશ્વર્યા રાય અને રાજકુમારર રાવની પણ મહત્ત્વની ભૂમિકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.